SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ -૬ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ દુલહો જિનવરનો ધર્મ, દુલહો વળી જ્ઞાનનો મર્મ; જેણે જીતિયે આઠે કર્મ, જેહથી લહિયે શિવશર્મ.હો. સ્વામી. ૧૩ એહવો યોગ દુલહો જાણી, સાંભળ તું સગુણા પ્રાણી; આરાધ હવે જિનવાણી, જગમાં જે સુખની ખાણી.હો. સ્વામી. ૧૪ પ્રમાદ તજી મન ગેલે, સંવેગ કરો નિજ બેલે; સંવર રસમાં જે ખેલે, દુરગતિ તે દૂરે ઠેલે.હો. સ્વામી. ૧૫ ઈમ સાંભળી મુનિની વાણી, સુરપ્રિયની મીંજ ભેદાણી; મન જાગી સુમતિ સયાણી, કહે સાધુને ઉલટ આણી.હો. સ્વામી. ૧૬ તુમ વયણ સુણીને સ્વામી, વૈરાગ્ય દશા મેં પામી; હવે કહું છું હું શિર નામી, સંયમ લેઈશ શિવગામી. હો. સ્વામી. ૧૭ ધન ખરખી ધર્મને ઠામ, રતનાવળી તે અભિરામ; નિજ ગૃપને આપી તામ, હવે સંયમ લેવા કામ.હો. સ્વામી. ૧૮ આવી તે સાધુની પાસે, સંયમ લેઈ ઉલ્લાસે; ભવજલ તરવાની આશે, ત્રિવિધે પાળે વિશ્વાસે.હો. સ્વામી. ૧૯ સાધુ સુવિધે સંયમ પાળે, તે નિજ આતમ અજુવાળે; ભવ છોડી મોક્ષને ભાળે, ઈમ નિજ કર્મને ટાળે,હો. સ્વામી. ૨૦ વ્રત લેઈ યૌવન વેશે, ગામાગર નગર પ્રદેશે; વિચરે તે દેશ વિદેશે, ગુરુ સાથે સુવિશેષ.હો. સ્વામી. ૨૧ કુખ્ખી સંબલ જે ધારી, સચિત્ત વસ્તુ પરિહારી; બેંતાલીસ દોષ નિવારી, એષણિક આહાર લે વિચારી. હો. સ્વામી. ૨૨ નિરતિચારે વ્રત પાળે, દૂષણ જે દૂરે ટાળે; પંચ સમિતિ વળી સંભાળે, ધર્મે કરી અંગ પખાળે. હો. સ્વામી. ૨૩ ક્રોધાદિક વૈરી જેહ, રાગદ્વેષમાં બંધન લેહ; શિવિઘે જીતીને તેહ, વિચરે તે મુનિ ગુણગેહ.હો. સ્વામી. ૨૪ ત્રણ ગુપ્તિ સદા જે ધારે, છ કાયની હિંસા વારે; વળી વિષય સદા પરિહારે, તપે કરી આતમ તારે. હો. સ્વામી. ૨૫ 23232: ૪૦૧
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy