________________
S શ્રી અષ્ટપ્રકારી પૂજનો રાસ
તીખી ગPSEPTEMPLEMERGENERE
ઈરીપેરે સુરપ્રિય મુનિ તેહ, આણે નિજ કર્મનો છે; ટાળ બોંતેરમી સુણો એહ, કહે ઉદયરતન સસનેહ.હો. સ્વામી. ૨૬
ભાવાર્થ હવે મુનિવરની વાણી સાંભળીને કોમલ થયા છે મનનાં પરિણામ જેના એવો સુરપ્રિય મનમાંથી મત્સરભાવ દૂર કરી, તૃષ્ણા (મૂર્છા-લોભ)ના બંધનને તોડી. બે
હાથ જોડી અભિમાન દૂર કરી મુનિવરને કહેવા લાગ્યો કે, હે મુનિવર ! માહરી અરજી | સાંભળો. (૧).
હે સ્વામી ! હું મહાપાપી છું. ધનના લોભે મહા મૂચ્છ મને વધી. તેથી મેં આપને હેરાન કર્યા અને મેં મારા હાથે જ સુખની વેલડીને કાપી છે. (૨) - તૃષ્ણા (મૂચ્છ) રૂપી તલવારને સજ્જ કરી, લોભે કોઈની પણ મર્યાદા રાખી નહિ અને ની ક્રોધે ભરાઈને સગા બાપને મેં હણ્યો અને દુઃખરૂપી ફલની વેલડીને ઉગાડી છે. (૩) ને તેથી હે મુનિવર ! આ મહાપાપને દૂર કરવા, જીવ હત્યાને દૂર કરવા, ભવની ભાવઠનો | ત્યાગ કરવા અને મારા પોતાના આત્માનો ઉદ્ધાર કરવા, આત્માને તારવા. (૪)
ની હે મુનિવર ! આપના ચરણ-કમલમાં પ્રણામ કરીને મારા દેહને અગ્નિમાં હોમું Fસી (બાળું ). મનમાંથી કપટભાવ દૂર કરું જેથી દુઃખની છાયાથી હું છૂટી શકું. (૫) iી એ પ્રમાણે સુરપ્રિયના વચનો સાંભળી, મુનિવર અમૃતની તોલે આવે તેવા મીઠાં કર વચનો બોલે છે, તેથી દેવ મનુષ્યનું મન પણ ડોલાયમાન થાય છે અને પાપાત્માને પણ તી. મુનિવર આગળ પોતાનું મન ખુલ્લું કરવાનું મન થાય છે. (૬).
વળી મુનિવર ઉપદેશ (વ્યાખ્યાન) આપવા દ્વારા સુર-નર-નારી આદિ પર્ષદાને પ્રતિબોધ આપે છે. તેમાંય વળી સુરપ્રિયને વિશેષ પ્રકારે ઉપદેશ આપતા કહેવા લાગ્યા કે, હે | સુરપ્રિય તું સાંભળ! લોહીથી જો સાડી રંગાઈ જાય તો જોર કરીને ધોવા છતાંય એકદમ - સફેદ (ઉજ્જવલ) થઈ એવું ક્યાંય જાણ્યું છે ? (૭)
તેમ પાપથી પાપ ધોવાય ખરું? આત્મહત્યાનો ઉપાય છે તો કર્મબંધનું મૂળ છે એ પ્રમાણે શાસ્ત્રમાં લખ્યું છે. (૮).
સૂર્ય ક્યારે પણ પશ્ચિમ દિશામાં ઉગે ખરો ? ન જ ઉગે. મેરૂપર્વત ક્યારે પણ Rી પૃથ્વીનું સ્થાન છોડી ચલાયમાન થાય? ન જ થાય અને પત્થર પર કમલ ક્યારે પણ ઉગે ના ખરું ? ન જ ઉગે. તેમ આત્મા પોતાનો ધર્મ કદાપિ છોડે નહિ. પ્રાણીમાત્રે ગમે તેવી - આપત્તિમાં પણ ધર્મ છોડવો જોઈએ નહિ. (૯)