SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ETS STS STS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ સડસઠમી || દોહા .. મુનિવચને પૂરવ કથા, સાંભળીને તે ત્રણ; કુંભશ્રી નૃપ દુર્ગા, પાખ્યા જાતિસ્મરણ. ૧ એ ત્રણે મુનિરાજને, વાદીને કરોડ; અરજ કરે આગળ રહી, મનશુદ્ધ મદ મોડ. ૨ ભગવંત એ ભાખ્યો તમે, અમ સંબંધ વિશેષ; અમે પણ સાચો સહ્યો, જાતિસ્મરણે દેખ. ૩ કુંભથી શું જે કર્યો, જનમાંતરે અપરાધ તેહ ખમાવે દુર્ગતા, મનશું કરી સમાધ. ૪ ચરણે લાગી ચાહશું, એમ કરે અરદાસ; ધન્ય તું જગમાં મહાસતિ, ઉત્તમ ગુણ આવાસ. ૫ મનમાંહિ કરૂણા કરી, કર મુજને ઉપગાર; વ્યાધિ ઘડો મુજ સીસથી, અલવે તું ઉતાર. ૬ કુંભશ્રી ઈમ સાંભળી, નિજ કર ફરસે જામ; વ્યાધિ ઘડો તસ સીસથી, ભૂમિ પડ્યો તે તામ. ૭ ભાવાર્થ : શ્રી વિજયસૂરીશ્વરે કહેલ પૂર્વભવની કથા સાંભળીને કુંભશ્રી, રાજા અને દુર્ગતા ત્રણેય જણ જાતિસ્મરણજ્ઞાન પામ્યા. (૧) અને કુંભશ્રી, રાજા તથા દુર્ગતા મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક અભિમાનને તોડીને, ન મુનિવરને વંદન કરી, બે હાથ જોડી આગળ ઉભા રહી વિનંતી કરવા લાગ્યાં. (૨) ' હે ભગવંત ! આપે જે અમારો પૂર્વભવનો સંબંધ કહ્યો તે યથાર્થ છે. અમે પણ જાતિસ્મરણના જ્ઞાન બળે તે જ રીતે દેખ્યો અને સાચો છે એમ સ્વીકાર્યો છે. ખરેખર - આપનું જ્ઞાન મહાન છે. (૩) હવે દુર્ગતાનારીએ ગતભવમાં કુંભશ્રી સાથે જે ગુન્હો કર્યો હતો તે મનથી સમાધાન ન ન કરીને અને કુંભશ્રીને ખમાવે છે અને વૈરને સમાવે છે. (૪)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy