________________
ETT TT
TT શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસTATION : HTT અને કહે છે કે હે કુંભશ્રી ! હે બહેન ખરેખર તું આ જગતમાં મહાસતિ છે. હું તારા , ભરી ચરણકમલમાં નમસ્કાર કરું છું. હું મનથી તને ઈચ્છું છું અને તું તો ઉત્તમગુણનું સ્થાન છે. ને | તારા સમાન ગુણિયલ કોઈ જગમાં નથી. હું તને વિનંતી કરું છું કે, (૫)
તું મનથી મારા પર કરૂણા ધારણ કર. મહેરબાની કર અને મારા મસ્તક ઉપર જે તે પી રોગનો ઘડો છે, તેને જલ્દીથી ઉતાર અને એ કરવા દ્વારા મારા પર ઉપકાર કર યાને મને |
રોગથી મુક્ત કર. (૬) . એ પ્રમાણે દુર્ગતાની વાત સાંભળી મનમાં દયા લાવીને કુંભશ્રીએ જેવો પોતાનો હાથ દે દુર્ગાના મસ્તકને અડાડ્યો એવો તરત જ રોગનો ઘડો મસ્તક પરથી જમીન પર પડ્યો. કિ યાને કુંભશ્રીના સ્પર્શમાત્રથી દુર્ગતા નારીનો રોગ દૂર ગયો. (૭)
(રાગ : ધનાશ્રી) (મેવાડો, મેં ગાયો રે સિદ્ધાચલમંડન ધણી રે - એ દેશી) રસાઉલી મનરંગ કરશું રે, કરશું રે, કુંભશ્રીએ ટાળી તદા રે; તે દેખીને લોક મનશું રે, મનશું રે, કૌતુક પામ્યા સહુ મુદા રે. ભાંગ્યા મનના સંદેહ, વેગે રે (૨) ભાંગ્યા ભવના આમળા રે; સાંભળી સાધુની વાણી, મનના રે (૨) પરિણામ થયા ઉજળા રે. ૨ ખામી માંહોમાંહ, હરખે રે, (૨) હેત હિયામાંહી ધરે રે; મળિયા મનને નેહ, પ્રીતે રે (૨) ત્રણે મન કોમલ કરે રે. ૩ કુંભશ્રી લેઈ સાથ, વિધિશું રે (૨) મદિંપતિ મુનિને વંદીને રે; આવ્યો નગર મોઝાર, પુરજન રે (૨) સાથે મનશું આણંદીને રે. ૪ અવનીતલે અણગાર, તિહાંથી રે (૨) અનુક્રમે વિહાર કરે વલી રે, સાધવી પાસે તામ, દુર્ગતા રે (૨) સંચમ લેઈ વિચરે રલી રે. ૫ દેશવિરતી મનશુદ્ધ, શ્રીધર રે (૨) નરપતિ હવે આચરે રે; સપરિવારે સોય, જિનની રે (૨) જળપૂજા નિત્યે કરે રે. ૬ અનુક્રમે શ્રીધર રાય, સાધવી રે (૨) દુર્ગના નામે વળી રે; પૂરણ પાળી આય, પામ્યા રે (૨) ઉત્તમ ગતિ તે ઉજળી રે. ૭. એ બેહુની નિરધાર, ચરિત્રમાં રે (૨) ગતિ કોઈ નિરધારી નહિ રે; તો પણ પુણ્ય પ્રમાણે, શુભગતિ રે (૨) પામ્યા હોશે તે સહી રે. ૮