________________
તે
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
હવે કાલક્રમે સોમિલ બ્રાહ્મણ ભોગવાતું પોતાનું આયુષ્ય ક્ષય કરી પરલોકે પ્રયાણ કરી ગયો. યજ્ઞચક્રીને ઘણું દુઃખ થયું. પરંતુ જન્મ-મરણના સનાતન કાર્યને કોઈ અટકાવી શક્યું નથી. જન્મ પછી મૃત્યુ નિશ્ચિત છે જ એમ સમજી પિતાનું મરણકાર્ય પતાવી શોકને દૂર કરે છે. (૬)
તે સમયે સોમા સાસુ પોતાના પુત્રની પ્રિયતમા એવી સોમશ્રીને કહેવા લાગી કે, તમારા સસરા મર્યાને બાર દિવસ વિતી ગયા છે, તેથી બારમાનું દાન વિગેરે આપવા માટે થઈને નિર્મલ પાણીનો એક પવિત્ર ઘડો ભરીને લાવો. (૭)
એ પ્રમાણે સાસુનાં વચન સાંભળી સોમશ્રી હાથમાં ઘડો લઈ, મનના ઉત્સાહ સાથે પાણી લેવા માટે ગઈ. (૮)
તે સોમશ્રી જ્યાંથી પાણી ભરીને લાવવાનું હતું તે સ્થાને પહોંચી અને કોઈએ પણ તે પાણીનો હજુ સ્પર્શ પણ નથી કર્યો એવો પાણીનો ઘડો ભરી મસ્તક પર તે કુંભ લઈ ઉતાવળી ઉતાવળી આવી. (૯)
ઉતાવળી ચાલે ચાલતી સોમશ્રી આવી રહી છે ત્યાં રસ્તામાં દહેરાસર છે ત્યાં જેટલામાં આવે છે તેટલામાં ત્યાં કોઈક મુનિભગવંત પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાનો વૃત્તાંત પોતાની દેશનામાં સમજાવી રહ્યા છે. (૧૦)
જિનપૂજાનો અધિકાર વર્ણવતાં એવા મુનિવર સમજાવી રહ્યા છે કે, જે સ્ત્રી-પુરુષો પરમાત્મા સન્મુખ પાણીનો ઘડો ધરાવે છે, તે સ્ત્રી-પુરુષો અનુક્રમે દેવ-મનુષ્યના સુખોને ભોગવી ભવસમુદ્ર તરી જાય છે. યાને શાશ્વત સુખના ભોક્તા બને છે. (૧૧)
એ પ્રમાણે મુનિવરની વાણી સાંભળીને સોમશ્રી સદ્વિચાર કરે છે અને જે ઘડો ભરીને લાવેલી છે તે ઘડો, તે સમયે ૫૨માત્મા સન્મુખ ધરાવે છે. (૧૨)
ભક્તિપૂર્વક, મનના હર્ષ સાથે ૫૨માત્મા સન્મુખ પાણીનો ઘડો ચઢાવીને ભદ્રક (ભોળા) ભાવે તે સોમશ્રી બ્રાહ્મણી પરમાત્માને આ પ્રમાણે અરજી કરે છે. પ્રાર્થના કરે છે કે – (૧૩)
હે સ્વામી ! હે ત્રિલોકબંધુ દેવાધિદેવ ! તમારી સ્તુતિ, સ્તવના કેવી રીતે કરવા તે જ્ઞાન મારી પાસે નથી. વળી તમારા ગુણસ્તવના માર્ગે ચાલવા માટે હું અજ્ઞાની છું. એટલે કે અજ્ઞાનથી અંધ બનેલી છું. (૧૪)
વળી પૂર્વકૃત કર્મના પ્રભાવે હું અજ્ઞાનતાથી ઘેરાયેલી છું. વળી આપના શાસનને હું પામી નથી તેથી તમારા શાસનની સંગતિ વિનાની હું વિશેષ કંઈ ભક્તિ જાણતી નથી. (૧૫)
૩૪૧ ૯
SZASZASZASZASZ.12.2.2