________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સાસુને ભાખે જઈ હો લાલ, સાથે હુંતી જે નાર; મન૦ જિનમંદિર મૂક્યો ઘડો હો લાલ, તુમ વહુએ નિરધાર. મન સુણ૦ ૧૭ ઈમ સુણી સોમા ઘણું હો લાલ, ક્રોધે થઈ વિકરાલ; મન
હુતાશન હવિ યોગથી હો લાલ, જિમ નાખે બહુ ઝાલ. મન॰ સુણ૦ ૧૮ રૂઠી જાણે રાક્ષસી હો લાલ, દીસતી કોપે લાલ, અતિરોષે સાચી જાણે શિકોત્તરી હો લાલ, ત્રટકી બોલે ગાળ. અતિ સુણ૦ ૧૯ જે મંદિર દીધો ઘડો હો લાલ, તે માથે ન ચોંટ્યો કાંહિ; અતિ૦ સોમાએ બાંધ્યું હો લાલ, કર્મ નિકાચિત ત્યાંહિ. રીંછણશી રોષે ભરી હો લાલ, બોલે એહવા બોલ; મુજ મંદિરમાં પેસવા હો લાલ, કેમ લેસ્થે તેહ નિટોલ. અતિ॰ સુણ૦ ૨૧ લકુટ લેઈ હાથમાં હો લાલ, બેઠી ઘરને બાર; અતિ૦ દૂરથી દેખી આવતી હો લાલ, વહુને તેણીવાર. અતિ સુણ૦ ૨૨ નિપટ તેહને નિભ્રંછીને હો લાલ, સાસુએ ઘરબાહી; અતિ॰ પેસવા પણ દીધી નહિ હો લાલ, હડસેલી ગલે સાહી. અતિ સુણ૦ ૨૩ બાસઠમી એ ઢાળમાં હો લાલ, ઉદય કહે ભલી પેર; મન જુઓ જગત વિચિત્રતા હો લાલ, વહુ ઉપરે ઘરે વેર. મન॰ સુણ૦ ૨૪
ભાવાર્થ : જંબુદ્વિપના દક્ષિણ ભરતમાં ઇંદ્રપુરી સમાન મનોરમ્ય, રમણીય એવી બ્રહ્મપુર નામની નગરી છે. તે નગરીને વિષે હજારો બ્રાહ્મણો વસી રહ્યા છે. (૧)
અતિ સુણ૦ ૨૦
અતિ
શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે, રાજન્ ! સાંભળ. પાણીના પક્ષાલની પૂજાનો અધિકાર અને તે પૂજા વિષે એક નાનકડી વાર્તા કહું છું તે શ્રદ્ધાથી તું ધારણ કરજે. આદર કરજે. (૨)
તે બ્રહ્મપુરીનગરીને વિષે ચૌદ વિદ્યા ગુણનો પારંગત સોમિલ નામનો શ્રેષ્ઠ બ્રાહ્મણ ત્યાં રહે છે. (૩)
તે સોમિલ બ્રાહ્મણને રૂપના ભંડાર સમી સોમા નામની એક સ્ત્રી છે અને યજ્ઞચક્રી નામે બુદ્ધિમાં શ્રેષ્ઠ એવો રાજકુંવર જેવો એક પુત્ર છે. (૪)
તે યજ્ઞચક્રીને સુંદર રૂપ લાવણ્યથી શોભતી સોમશ્રી નામની ઉત્તમ કુલમાં ઉત્પન્ન થયેલ જાણે કે દેવલોકની દેવી ન હોય ! તેવી પ્રિયતમા છે. (૫)
૩૪૦