________________
સુણ૦ ૬.
સુણ૦ ૮
િ
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ સોમાં નામે તેહને તો લાલ, રમણી રૂપનિધાન; મન યજ્ઞચક્રી સુત તેહને હો લાલ, પંડિત બુદ્ધિ પ્રધાન. મન સુણ૦ ૪ યાચક્રીની ભારજા હો લાલ, સોમશ્રી શુભ રૂપ; મન ઉત્તમ વંશની ઊપની હો લાલ, જાણે અમારી રૂપ. મન સુણ૦ ૫ સોમિલ આય પૂરું કરી હો લાલ, પહોતો તે પરલોક; મન, મૃતકારજ તેહનાં કરી હો લાલ, યજ્ઞચક્રી તજે શોક. મન સાસુ કહે વહુ સાંભળો હો લાલ, બારશ દાન નિમિત્ત; મન આણો નિરમલ નીરનો હો લાલ, કુંભ ભરી સુપવિત. મન સોમશ્રી ઈમ સાંભળી હો લાલ, કુંભ લેઈ કરમાંહી; મન જળ લેવાને કારણે હો લાલ, ચાલી મન ઉછાંહી. મન, યુવતી જળ ઠામે જઈ હો લાલ, અબોટ લેઈ અંભ; મન વેગેશુ પાછી વળી હો લાલ, શિર ઉપર ધરી કુંભ. મન સુણ૦ ૯ જિનઘર પાસે આવી તિકે હો લાલ, તિણવેળા તિહાં સાર; મન મુનિવર દેવે દેશના હો લાલ, જિનપૂજા અધિકાર. મનઇ સુણ૦ ૧૦
જિનઆગે જળનો ઘડો હો લાલ, ઢોવે જે નરનાર; મન૦ ીિ સુરનરના સુખ ભોગવી હો લાલ, પામે તે ભવપાર. મન સુણ૦ ૧૧ સી મનિમખથી એમ સાંભળી હો લાલ, સોમશ્રી સુવિચાર; મન આ જિનમુખ આગે ઢોવે જઈ હો લાલ, તેહ ઘડો તેણીવાર. મન સુણ૦ ૧૨
ભગતે શું જળનો ઘડો હો લાલ, ઢોઈ મનને ઉલ્લાસ; મન, ભદ્રકભાવે તે બ્રાહ્મણી હો લાલ, એમ કહે અરદાસ. મન સુણ૦ ૧
સ્વામી તુજ સ્તવના તણું હો લાલ, નથી મુજમાં નાણ; મન. આ તુજ ગુણપંથે જાવા ભણી હો લાલ, હું છું અંધ અજાણ. મન સુણ૦ ૧૪
અજ્ઞાને હું આવરી હો લાલ, પૂરવ કર્મને લેખ; મન તુમ શાસન સંગત વિના હો લાલ, ન લહું ભક્તિ વિશેષ. મન સુણ૦ ૧૫ તુજને જળઘટ દાનથી હો લાલ, ફળપ્રાપ્તિ હોવે જેહ; મન પ્રભુજી તુમ પસાયથી હો લાલ, મુજને હોજો તેહ. મન સુણ૦ ૧૬