________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
અનેક પ્રકારની સુખ લીલા પામે છે એટલું જ નહિ પરંતુ મનથી જે જે ઈચ્છા કરે છે તે સર્વકામ તેના ફળીભૂત થાય છે. એમ અનંતપુણ્યના જોરે કરી ફળસારકુમાર સુખ લીલામાં લીન રહે છે. (૧)
હવે એક વખત સ્વર્ગલોકમાં ૨હેલાં ઈન્દ્ર મહારાજા હર્ષપૂર્વક સિંહાસન પર બેઠાં અને ઇંદ્રસભા ભરાયેલી છે તે સમયે પર્ષદા (સભા) સમક્ષ ઈંદ્ર વારંવાર ફળસારકુમારના વખાણ કરે છે. એમ પ્રશંસા કરતાં કહે છે કે, મનુષ્યલોકમાં પણ દેવની જેમ સુખ સમૃદ્ધિ ઋદ્ધિ સિદ્ધિને ભોગવનાર ફળસાર રાજકુમાર છે કે જેણે પૂર્વભવે પોપટના ભવમાં ૫૨માત્માની ફળથી પૂજા અત્યંત લાભકારક જાણીને કરેલી તે ફળપૂજાના ફળ સ્વરૂપે આ ભવમાં દેવતુલ્ય ઋદ્ધિ-સિદ્ધિ પામ્યો છે અને મનમાં જે જે મનોરથ કરે છે તે સર્વે મનોરથ તત્કાલ સિદ્ધ થાય છે. (૨)
એ પ્રમાણે ઇંદ્રના મુખેથી ફળસાર રાજકુમારની પ્રશંસા સાંભળીને કોઈક મિથ્યાદૅષ્ટિ દેવને ઈર્ષ્યાભાવા-અમર્ષભાવ ઉત્પન્ન થયો અને તે અમર્ષને ધારણ કરતો ફળસારની પ્રશંસા અને ઈંદ્રના વચનને નહિ માનતો તે દેવ ણિધરનું રૂપ લઈને દોડતો ધસી આવ્યો અને ચંદ્રલેખાને ડસ્યો. દેવસ્વરૂપી સર્પ જ્યાં ચંદ્રલેખાને ડસ્યો ત્યાં જ ચંદ્રલેખા બેભાન થઈ થકી ઝેરના વ્યાપવાથી લડથડીયાં ખાતી જમીન પર ઢળી પડી. તે જોઈને ફળસા૨કુમાર આદિ રાજ પરિવારે અનેક વૈદ્યો, મંત્રવાદી, ગારૂડીકોને સારવાર માટે બોલાવ્યા. ઝેર ઉતારવા ઘણાં જ પ્રયત્નો કર્યા. (૩)
હવે ચંદ્રલેખાનો દેહ ઝેરના પ્રભાવે લીલોછમ થઈ ગયો છે. અનેક ઉપાયો કરાવ્યા છતાં ચંદ્રલેખાને જરાં પણ ભાન આવ્યું નથી. વૈદ્યો, ગારૂડીકો, મંત્રવાદીઓ આદિ ચિકિત્સકો નાસીપાસ (હાથ ખંખેરી) થઈને ગયા છે ત્યારે ફળસારકુમાર આદિ રાજપરિવાર, સ્નેહસ્વજનોએ હવે તેના જીવિતની આશા છોડી દીધેલી છે ત્યારે દુર્ગતા નારીનો જીવ જે દેવ થયેલ છે તે વૈદ્યરૂપે સુરતરૂની મંજરી (વનસ્પતિ) લઈને આવે છે અને ફળસારકુમારને કહે છે. હું વિષને ઉતારવા ઉપકા૨ ક૨વા કારણે દવા લઈને આવ્યો છું એમ કહીને દેવલોકની દિવ્ય ઔષધિ જ્યાં કુમારના હાથમાં આપે છે ત્યાં - (૪)
વૈદ્યરૂપે આવેલાં તે દેવને જોઈને વિષધર રૂપે આવેલો દેવ વિચારવા લાગ્યો કે, હવે હાથીનું રૂપ ક૨ીને ફળસારકુમારને હું બિવડાવું એમ વિચારીને હાથીનું રૂપ ક૨ીને જ્યાં ફળસારકુમાર પાસે આવે છે ત્યાં ફળસારકુમારને સિંહના સ્વરૂપે જોવે છે.
૩૩૨