________________
S
D શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ તે જિનાલયની સામે એક આમ્રવૃક્ષ છે. તે આમ્ર વૃક્ષની ડાળ પર એક શુકયુગલે પોપટકરી પોપટી) માળો બાંધ્યો છે અને તે સ્થાને તે શુકયુગલ આનંદ કિલ્લોલ કરતું રહે છે. (૪) -
હવે કોઈ એક દિવસ જયસુંદર રાજાએ તે જિનાલયને વિષે મહાપૂજા રચાવી છે અને તે E રાજા સહિત કંચનપુરીના રહીશો પ્રેમપૂર્વક પરમાત્માની આનંદથી ફળપૂજા કરી રહ્યા છે. (૫) : Aી તે નગરીને વિષે એક ધનની શક્તિથી રહિત દુર્બળ એવી દુર્ગતા નામની એક સ્ત્રી ને 3 એકલી વસે છે અને તે દુઃખની જાણે ક્યારી છે યાને કે દૌર્ભાગ્ય શિરોમણી છે. (૬)
તેની દુર્ભગતા એવી છે કે ખાવા માટે પણ સાંસાં છે, તો પરમાત્માની આગળ ફળ કેવી રીતે ધરાવે? મતલબ કે ફળપૂજા કરવા જેટલી પણ તેની શક્તિ નથી. બીજા લોકોને 5. ફળપૂજા કરતાં જોઈને તે મનમાં ચિંતવવા લાગી કે – (૭)
અહો જે પરમાત્માની ફળપૂજા નિત્ય કરે છે, તે નરનારીને ધન્ય છે. ધન્ય છે. એમ | ભાવના ભાવે છે અને પોતાનાં પૂર્વકૃત કર્મને દોષ દેતી એમ વિચારે છે કે મેં પૂર્વભવે કેવા કરી કર્મ કર્યા હશે કે જેથી હું ફળપૂજા પણ કરી શકતી નથી. (૮)
વિવેચનઃ જે પૂજક પરમાત્માની ત્રિકરણ યોગે પૂજ્ય ભાવે પૂજા કરે છે તે તો ત્રણ ભુવનમાં પૂજ્ય બને છે પણ જે માત્ર પરમાત્માના દર્શન પણ કરે છે તે પણ ધન્યતાને પ્રાપ્ત કરે છે. તેના ક્રોડો ભવનાં કર્મો પણ નાશ પામે છે. જ્ઞાની પુરુષ પ્રભુ સ્તુતિમાં ફરમાવે છે કે -
જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દૃષ્ટિને પણ ધન્ય છે. જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે. પીએ મુદા વાણી સુધા, તે કર્ણયુગલને પણ ધન્ય છે.
તુજ નામમંત્ર વિષદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે. જે ભવ્યાત્મન ! પરમાત્માના પોતાના નયનો દ્વારા દર્શન કરે છે, તેની દૃષ્ટિ ધન્યતાને આ દિલી પામે છે. જે જીવ પોતાની જિલ્લા દ્વારા પ્રભુના ગુણોની સ્તવના કરે છે તેની જિલ્લા પવિત્ર ને તે બને છે. જે પરમાત્માની અમૃતમય વાણીનું પોતાના કર્ણકચોલું પાન કરે છે. તેનાં શ્રવણ
(કાન) કચરાપટ્ટીનો ડબ્બો ન બનતા ફૂલદાની સ્વરૂપ બને છે. એટલું જ નહિ વિતરાગ
પરમાત્માનું માત્ર હૃદયથી જે સ્મરણ કરે છે તે હૃદય પણ જો ધન્યતાને પામતું હોય તો પ્રભુ * પૂજા કરનાર પૂજક ત્રણેલોકમાં પૂજ્ય બને તેમાં આશ્ચર્ય શું ? જેમ લોહપાષાણ ચમકને ન ખેંચે છે, તેમ પરમાત્માની ભક્તિ મુક્તિને ખેંચે છે. જે વ્યક્તિ પરમાત્માની ભક્તિમાં – | પૂજામાં માનતો નથી તે વ્યક્તિ કર્મથી ભારે થાય છે અને બીજા ભવમાં દુર્ભગ અવસ્થા Tી પામે છે. જેમ દુર્ગતા નારી દુર્ભગતાને પામી. હવે પોતાના કર્મને દોષ આપે છે અને
ફળપૂજા કરનારની અનુમોદના કરતા ધન્યવાદ આપે છે.