________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વયણ સુણી સુડી તણાં, એક ફળ ઉલ્લાસે રે લો. અહો. એ. તેહને તવ આપ્યું શુકે, શુભ ફળની આશે રે લો. અહો. સુ. ૧૭ ફળ લેઈ તે દુર્ગંતા, મનને આણંદે રે લો. અહો. મ. જિનમુખ આગે ઢોઈને, પ્રેમે પાય વંદે રે લો. અહો. પ્રે. ૧૮ લો. અહો. શુ. ચંચુપટમાંહી ગ્રહી, શુકયુગલ સુભાવે સુંદર ફળ સહકારના, જિન આગે ઠાવે રે લો. અહો. જિ. ૧૯ તે શુકયુગલ નમી કહે, જિનને મન પ્રીતે રે લો. અહો. જિ. તુજ ગુણ મહાતમને અમે, ન લલ્લું શુભ રીતે રે લો. અહો. ન. ૨૦ તુજ ફલ દાને નીપજે, જે ફળ શિવગામી રે લો. અહો. જે. તે ફળ હોજો અમ્હને, ઈમ કહે શિર નામી રે લો. અહો. ઈ. ૨૧ છપનમી સહી એ કહી, ઢાળ કાફી રાગે રે લો. અહો. ઢા. ઉદયરતન કહે સાંભળો, શ્રોતાજન આગે રે લો. અહો. થ્રો. ૨૨
ભાવાર્થ : હે શ્રોતાજનો ! નૈવેદ્યપૂજા દ્વારા અવિચલ સુખને પ્રાપ્ત કરેલ હાલિક નરનું દ્રષ્ટાંત સાંભળ્યું. હવે ઉત્તમ પ્રકારનાં ફળ પરમાત્માની આગળ ધરાવવા દ્વારા શાશ્વત સુખને પામેલ શુકયુગલ અને દુર્ગતા નારીનું દ્રષ્ટાંત સાંભળો અને તેવા મુક્તિધામને પ્રાપ્ત ક૨વા તમે પણ ૫૨માત્માની પૂજાભક્તિમાં આળસ ક૨શો નહિ.
એક લાખ યોજનના વિસ્તારવાળા જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સુંદર શોભતો મનોહર એવો દક્ષિણ દેશ છે. તે દક્ષિણ દેશમાં ઇંદ્રપુરી સમ કંચનપુરી નામની નગરી શોભી રહી છે. (૧)
તે નગ૨ીને વિષે ગુણથી શોભતો, તેજથી તપતો, પ્રતાપવંત, સૂર્યની પરે તેજસ્વી એવો ‘જયસુંદર’ નામનો રાજા રાજ્ય કરે છે. હે સૌભાગ્યવંત હરિચંદ્ર રાજા ! તું તે નગરી આદિનું વર્ણન એકાગ્રચિત્તે સાંભળ. (૨)
ઈંદ્રપુરી સમ તે કંચનપુરી નગરીને વિષે તે નગરીના બગીચામાં સુંદર ગગનમંડલ સાથે જાણે વાતો કરતું હોય તેવું દેવવિમાન સદંશ જિનપ્રાસાદ છે અને તે જિનમંદિરમાં સાતમા ચક્રવર્તી અને અઢારમાં તીર્થપતિ શ્રી અરનાથ ભગવાન બિરાજમાન છે. જે પરમાત્માનું મુખારવિંદ જોતાં સહુ કોઈના મન મોહિત થઈ રહ્યાં છે. (૩)
૩૦૫
અ-૨૦