________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
૪
C
તે જિનભવન આગે તિહાં, શુકયુગલ સહકારે રે લો. અહો. શુ. માળો કરી મનમોદશું, રહે છે તિણે ઠારે રે લો. અહો. ર. એકદિન મહાપૂજા રચી, જિનભવને નરિંદે રે લો. અહો. જિ. પુરીજન પ્રેમેશું કરી, ફળપૂજા આણંદે રે લો. અહો. ફળ. દુર્ગાતા નામે દુર્બળ તિહાં, નિવસે એક નારી રે લો. અહો. નિ. અર્થહીન ને એકલી, દુઃખની જે ક્યારી રે લો. અહો. દુઃખ. ફળ ઢોવા સમરથ નહીં, શ્રી જિનવર આગે રે લો. અહો. શ્રી. લોકને દેખી પૂજતાં, ચિંતે મન રાગે રે લો. અહો. ચિંતે. ધન્ય ધન્ય જે જિનને નિત્યે, પૂજે ફળ લેઈ રે લો. અહો. પૂ. ઈમ તે ભાવે ભાવના, દોષ કર્મને દેઈ રે લો. અહો. દો. જિનમંદિર આગે રહી, ચિંતે ઈમ જેહવે રે લો. અહો. ચિં. અંબ ડાલે શુકયુગલ તે, તેણે દીઠું તેહવે રે લો. અહો. તે. સુંદર ફળ સહકારના, આરોગે ઉલ્લાસે રે લો. અહો. આ. દેખી ફળ એ જ દુર્ગાતા, માગે શુક પાસે રે લો. અહો. મા. ૧૦ શુક કહે ફળ સહકારનો, કુણ કામે તું માગે રે લો. અહો. કુ. સા કહે ફળ એ લેઈને, ઢોઈશ જિન આગે રે લો. અહો. ઢો. ૧૧ શુક કહે ફળપૂજા થકી, પુણ્ય ફળ શું હોવે રે લો. અહો. પુ. તે કહે સુંદર ફળ લહી, જિન આગે ઢોવે રે લો. અહો. જિ. ૧૨ તે સુરવરની સંપદા, પામે સુરસાલા રે લો. અહો. પા. સફળ ફળે જનમાંતરે, મનોરથની માળા રે લો. અહો. મ. ૧૩ શ્રી ગુરુમુખે સાંભળ્યું, ભગવંતે ભાખ્યું રે લો. અહો. ભ. ઉત્તમ ફળ એહનું સહી, આગમમાં આપ્યું રે લો. અહો. આ. ૧૪ તે માટે એક ફળ મને, આપો ફળ જાણી રે લો. અહો. આ. ઈમ સુણીને નિજ સ્વામીને, સુડી કહે વાણી રે લો. અહો. સુ. ૧૫ આપો ફળ એહને, જાણી લાભ અનંતો રે લો. અહો. જા. આપણ પણ ફળ ઢોઈએ, જિન આગે ખંતે રે લો. અહો. જિ. ૧૬
.
૩૦૪
૫
6
.