________________
....
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
કરણી તે કારણ નહિ, ભાવ વિણ સુણ ભૂપ; મરૂદેવી ભાવ તણે બળે, પામ્યાં જ્ઞાન અનૂપ. કે૦ ૪ ઈમ અનેક પામ્યાં સહી, ભાવે ભવ પાર; ભાવ ધરમ સહુમાં વડો, સઘળે સંસાર. કે ૫ તે માટે પૂજો તમે, ભાવે ભગવંત; નિશ્ચલ ચિત્તે નેહશું, મન કરી એકાંત. કે૦ ૬ સંયમથી તુજ શ્રેય છે, જિનપૂજા જાણ; પૂજાથી પામીશ સહી, શિવફળ સુખપાણ. કે ૭ નિશ્ચલ ચિત્ત સુભાવથી, સુરપ્રિય જિમ સાધ; પામ્યો સમતા ને બળે, શિવસુખ નિરાબાધ. કે૦ ૮ કૌતુક પામી નૃપ કહે, મુનિને તેણીવાર; કહો સ્વામી કરૂણા કરી, તેહનો અધિકાર. કે૦ ૯ નિશ્ચલ ભાવ તણે ગુણે, પામ્યો જેમ સિદ્ધિ; સુણ રાજન કહે સાધુજી, કહું તેહનો સંબંધ. કે૦ ૧૦ દક્ષિણ ભરતમાંહિ વસે, સુસુમાપુર નામે; ચંદ નરેસર મહાબળી, રાજે તેણે ઠામે. કે૦ ૧૧ તારા નામે તેહને, પટરાણી અનૂપ; ઓપે આભરણે કરી, રંભા સમ રૂપ. કે૦ ૧૨ ઉન્નત પીનપયોધરી, કરમાં કટિ માય; શશિવયણી મૃગલોયણી, કંચનશી કાય. કે૦ ૧૩ ભૂપતિ તેહશું ભીનો રહે, ન લહે દિન-રાત; સુખ વિલસે જિમ સુરપતિ, શૂચી ને સંઘાત. કે૦ ૧૪ વ્યવહારી એક તિહાં વસે, સુંદર શેઠ નામે; મદનશ્રી તસ ભારજા, રૂપે અભિરામે. કે૦ ૧૫ સુરપ્રિય નામે છે તેહને, એક સુત મહાદુષ્ટ; બાપને લાગે સાપસ્યો, મનમાંહિ અનિષ્ટ, કે૦ ૧૬
---- ૩૭૩
ZAZAZN