________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
મનથી જેવા સુખની વાંછા કરી હોય તેવા ઈષ્ટ ફલને આપનારી છે. ટૂંકમાં દેવાધિદેવની અષ્ટપ્રકારી પૂજા ભવ્યજીવોને તારવામાં નૌકા સમાન છે. તેમજ ઈષ્ટફલ આપવામાં કલ્પવૃક્ષ સમાન છે. જેમ કલ્પવૃક્ષ પાસે જે માંગો તે મલે, તેમ અષ્ટપ્રકારી પૂજા કરનાર વ્યક્તિ પૂજા કરતાં જે ભાવના ભાવે, જેની માંગણી કરે તે બધું જ પ્રાપ્ત કરી શકે છે. તેમજ પરમાત્માની પૂજા લોહચુંબકનું કામ કરે છે. જેમ ચમકપાષાણ લોઢાને પોતાના તરફ ખેંચે છે તેમ ચમકપાષાણ સ્વરૂપી પરમાત્માનો સ્પર્શ કરતાં લોઢા જેવા આપણને પ્રભુ પોતાના તરફ ખેંચે છે અને પોતે જે સુખને પામ્યા છે તેવાં જ સુખને દેવાધિદેવ આપવા તૈયાર છે. પરંતુ જો પ્રભુપૂજા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે તો ! (૩)
એ પ્રમાણે પરમાત્માની પૂજાના શ્રેષ્ઠ આઠ પ્રકાર બતાવ્યાં અને તે આઠ પ્રકારની પૂજાના રહસ્યને જણાવનારા એક એક પૂજાના આઠ ઉત્તમ દૃષ્ટાંતો કહ્યાં. (૪)
એ પ્રમાણેની કેવલી ભગવંતના મુખથી ૫રમાત્માની પૂજાના ફલને જણાવના૨ી અમૃતમય વાણી સાંભળીને હરિચંદ્ર રાજાને પરમાત્માની પૂજા પ્રત્યે અત્યંત પ્રેમ જાગૃત થયો. (૫)
અને કેવલી ભગવંતને હાથ જોડીને આનંદસભર હૈયે રાજાએ કહ્યું કે, હે ભગવંત ! જગમાં અત્યંત સુખને આપના૨ જો કોઈ હોય તો ૫રમાત્માની પૂજા છે. (૬)
તેથી કરીને અત્યંત બહુમાનપૂર્વક (આદર સહિત) ત્રિકરણ શુદ્ધે યાને મન-વચનકાયાના ત્રિવિધ યોગથી અને કરવું, કરાવવું, અનુમોદવું એ ત્રણ કરણથી હંમેશા નિશ્ચે હું દેવાધિદેવની પૂજા કરીશ એવો નિર્ણય કરુ છું. (૭)
હે સ્વામી ! પંચ ઈન્દ્રિયજન્ય, પાંચ પ્રકારના વિષયસુખને ત્યાગી ૫૨માત્મ કથિત સર્વવિરતિ (દીક્ષા) લેવા હું કર્મતણા ભોગે હમણાં શક્તિમાન નથી. (૮)
(તે દિન ક્યારે આવશે - એ દેશી)
મુનિવર કહે સુણ મહિપતિ, મહિમંડળ માંય;
ભાવ સમોવડ કો નહિ, ભાખે જિનરાય. કે૦ ૧ કેવલી કહે હરિચંદ્રને, સુણ તું રાજાન; ધર્મ અનેક જોતાં ધરા, નહિ ભાવ સમાન. કે૦ ૨
વીસે વસા સંયમ વિના, એક ભાવ પ્રમાણ; ભરત આરિસા ભવનમાં, પામ્યા કેવલનાણ, કે૦ ૩ - ૩૭૨ ક