SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ઢાળ અડસઠમી || દોહા ।। અર્ચા અષ્ટ પ્રકારની, ભાખી એ ભગવંત; વિઘનવિદારણ દુઃખહરણ, કારણ સુખ અનંત. ૧ નરક નિગોદ સમુદ્ધરણ, ભરણ સુકૃત ભંડાર; શ્રેયકરણ અશરણશરણ, ઉતારણ ભવપાર. ૨ શાશ્વત શિવસુખ સાધવા, પૂજા પરમ ઉપાય; જિનપદ પંકજ પૂજતાં, મનવંછિત ફળ થાય. ૩ ઈણિ પરે જિનપૂજા તણાં, ઉત્તમ અષ્ટ પ્રકાર; અષ્ટ કહ્યાં તે ઉપરે, એ દૃષ્ટાંત ઉદાર. ૪ કેવલીના મુખથી સુણી, જિનપૂજા ફળ એમ; હરિચંદ ગૃપને હુવો, પૂજા ઉપર પ્રેમ. ૫ કેવલીને કરજોડીને, રંગેશુ કહે રાય; અતિ સુખદાયક એ સહી, જિનપૂજા જગમાંય. ૬ તે માટે ત્રિવિધે સહી, આદર કરી અપાર; જિનપૂજા જુગતે સદા, મેં કરવી નિરધાર. ૭ પંચ વિષયસુખ પરિહરી, સંયમ લેવા કાજ; સ્વામી હું સમરથ નહિ, કર્મ તણે વશ આજ. ૭ ભાવાર્થ : એ પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલીએ શ્રી હરિચંદ્ર રાજા આગળ અષ્ટપ્રકારી પૂજાનું વર્ણન કર્યું ! તે પૂજા કેવી છે ? તો કહે છે, વિદ્મની વેલડીઓને છેદના૨ી, દુઃખોનો નાશ કરનારી અને અનંત સુખના કારણભૂત, તેમજ નરક અને નિગોદાદિ અશુભ ગતિમાં પડતાં જીવોને ઉદ્ધારનારી, સુકૃત ભંડારને ભરાવનારી, આત્મકલ્યાણને ક૨ના૨ી, જેને કોઈ શરણ નથી એવા જીવોને શરણ આપનારી અને ભવસમુદ્રથી પાર ઉતારનારી છે. તેમજ વળી જેનો ક્યારેય નાશ થવાનો નથી એવા સુખ સાધી આપનાર એટલે અનંતકાળ સુખમય પસાર થાય તેવા હંમેશના સુખને સાધી આપવામાં પ્રથમ છે સ્થાન જેનું એવી પ૨માત્માની પૂજા તે શ્રેષ્ઠ ઉપાય છે. વળી પ૨માત્માના ચરણરૂપી કમલની પૂજા કરવાથી જે જીવે ૩૭૧
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy