________________
»
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
શ્રીધર રાજાએ દેશવિરતિ ધર્મમાં અને દુર્ગતા સાધ્વીએ સર્વવિરતિ ધર્મને આરાધતા કોઈપણ ગતિ નિશ્ચિત કરી ન હતી પરંતુ તે ચારિત્રધર્મની આરાધનાના પુણ્યબલે શ્રેષ્ઠ શુભગતિને પામ્યા. (૮)
અને ‘કુંભશ્રી’ પણ હંમેશા સુવર્ણકલશ દ્વારા મન-વચન-કાયાના ત્રિવિધ યોગથી ત્રિકાલ જાવજીવ પરમાત્માની પૂજા કરવા લાગી. (૯)
તેમજ શુદ્ધ રીતે સમ્યગ્દર્શન પદને આરાધી આયુષ્ય પૂર્ણ ભોગવી કુંભશ્રી ત્યાંથી ઈશાન દેવલોકે ઉત્પન્ન થઈ. (૧૦)
અને તે દેવલોકથી ચ્યવી અનુક્રમે દેવ મનુષ્યના સુખભોગ ભોગવી કેવલજ્ઞાન પામી જલપૂજાના પ્રતાપે પાંચમે ભવે નિશ્ચે મોક્ષસુખને પ્રાપ્ત ક૨શે ! (૧૧)
એ પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્રરાજાને કહી રહ્યા છે કે, હે રાજન્ ! સાંભળ આઠમી જલપૂજાના રહસ્યને જણાવનારી કુંભશ્રીની કથા મેં વિસ્તારપૂર્વક તારી આગળ રજૂ કરી છે, જે રીતે કુંભશ્રી જલપૂજા દ્વારા શાશ્વતસુખને પામશે તે રીતે મોક્ષના અર્ધાં તમે પણ પ૨માત્માની પૂજા કરવામાં ઉદ્યમવંત બનો ! (૧૨)
એ પ્રમાણે કવિ ઉદયરત્નવિજયજી મહારાજ કહી રહ્યા છે કે હે ભવ્યજનો ! સાંભળો ! સડસઠમી ઢાળમાં જિનપૂજાનું જે રહસ્ય જણાવ્યું છે. તે રીતે તમે પણ પ્રેમપૂર્વક પરમાત્માના ચરણકમલની પૂજા કરો અને સમ્યક્ત્વને નિર્મલ બનાવો. (૧૩)
ઈતિ ૬૭મી ઢાળ સંપૂર્ણ
૩૭૦