________________
TS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
. કુંભી પણ દેવ, નિત્યે રે (૨) કનક કલશ જળશું ભરી રે; શિવિદેશું ત્રણવાર, જિનની રે (૨) જાવજીવ પૂજા કરી રે. સમકિત પાળી શુદ્ધ, અનુક્રમે રે (૨) આયુ પુરું ભોગવી રે; ઈશાને સુરલોકે ઉપની રે (૨) કુંભશ્રી તિહાંથી ચવી રે. ૧૦ સુરનારના સુખભોગ, ભોગવી રે (૨) કેવલ લહી અનુક્રમે રે; મુગતિ જાશે નિરધાર, જળની રે (૨) પૂજાએ ભવ પાંચમે રે. સુણ રાજન હરિચંદ આઠમી રે (૨) જળની પૂજા ઉપરે રે; કુંભશ્રીનો દૃષ્ટાંત, તુજને રે (૨) ભાખ્યો મેં ભલી પરે રે. ૧૨ સડસઠમી એ ઢાળ, ભવિચણ રે (૨) ઉદયરતન કહે સાંભળો રે; પ્રેમે જિનના પાય, પૂજી રે (૨) સમકિત કરજો ઉજળો રે. ૧૩
ભાવાર્થ મનના ઉમંગપૂર્વક કુંભશ્રીએ જ્યારે પોતાના હાથના સ્પર્શ દ્વારા દુર્ગાની રસોળીની વ્યાધિ દૂર કરી, તે જોઈને પૂરલોક સર્વે કૌતુક (આશ્ચર્ય પામ્યા અને હર્ષિત થયા. (૧)
અને મુનિવરની વાણી સાંભળીને “શ્રીધર' રાજા સહિત પુરજનના સર્વેના મનમાં સંશય દૂર થયા અને ભવના ફેરા ભાંગ્યા એટલે દૂર થયા અને સર્વના મનના પરિણામ શુદ્ધ, ઉજ્જવલ થયા. (૨) - ત્યારબાદ કુંભશ્રી, શ્રીધરરાજા અને દુર્ગતા નારી પરસ્પર એકબીજાની ક્ષમાપના કરે છે અને ત્રણેયના હૃદય માખણ જેવા કોમલ એટલે કુણા થાય છે અને અંદરોઅંદર એકબીજાને સ્નેહ ઉત્પન્ન થયો., પ્રીતિથી બધાં મળવા લાગ્યા. જાણે કુટુંબમેળો થયો. (૩)
અને પૃથ્વીપતિ “શ્રીધર' રાજા “કુંભશ્રી' ને સાથે લઈ મુનિવરને વંદન કરી તેમજ નગરજનને સાથે લઈ આનંદપૂર્વક પોતાની નગરીમાં પાછો આવ્યો. (૪)
અને શ્રી વિજયસૂરિ અણગારે પણ ત્યાંથી પૃથ્વીતલ પર વિહાર કર્યો અને દુર્ગતા દિને | નારીએ સાધ્વીજી પાસે દીક્ષા ગ્રહણ કરી અને પૃથ્વીતલ પર તે પણ વિહાર કરવા લાગી. (૫) .
આ તરફ “શ્રીધર' રાજા પણ મનશુદ્ધિપૂર્વક દેશવિરતીધર્મ પાળવા લાગ્યો અને પરિવાર | સહિત હંમેશા પરમાત્માની પક્ષાલપૂજા કરવા લાગ્યો. (૬)
- ત્યારબાદ અનુક્રમે “શ્રીધર” રાજા અને દુર્ગતા સાધ્વી આયુષ્ય પૂર્ણ કરી ઉજવલ | શ્રેષ્ઠગતિને પામ્યા. (૭)
1-૨૪