________________
STS TS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
: પૂરવ ભવના વેરથી, સુતને પણ તાત; વાહલો લાગે વ્યાલશ્યો, ન ગમે વળી વાત. કે. ૧૭ એક ઘરે આવે તવ સહી, બીજો બાહિર જાય; એક ઘડી પણ એકઠા, રહેતાં ન સહાય. કે. ૧૮ માંહોમાંહે એમ બે જણાં, રાખે નિત્ય રીત; કાળજામાંથી કલુષતા, ન મિટે નિશદિશ. કે. ૧૯ એક દિવસ અંગજ પ્રત્યે, કહે તાત કથa; વિધિ યોગે આપણ સહી, થયા છી નિરધa. કે૨૦ તે માટે ધન કારણે, આપણે અન્ય દેશ; જઈને નિજ મંદિર ત્યજી, મૂકી મન કલેશ. કે. ૨૧ ઉત્તમ વંશનો ઉપનો, નિરધન નર જેહ; ગુણવિણ ધનુષ તણી પરે, લઘુતા લહે તેહ. કે. ૨૨ ધમદિક વર્ગ ચારથી, નિરધન રહે દૂર; જો ન કરે જિનધર્મને, ઉલટ ધરી ઉર. કે. ૨૩ ધૈર્ય દાણું અવલંબીને, દેશાંતર જેહ; જાયે સાહસને બળે, પામે ધન તેહ. કે. ૨૪ વિનષ્ટ ચિત્તને કપટ ભય, સદ્ભાવે હીન; નિજ ઘરથી ચાલ્યા હવે, લોભે થઈ લીન. કે. ૨૫ અડસઠમી ઢાળે કહે, કવિ ઉદયરતન;
લોભ થકી જ જો હવે, કેમ વિણસે મન. કે. ૨૬ ભાવાર્થ : શ્રી હરિચંદ્ર રાજાની વાત સાંભળીને મુનિવર નરપતિને કહે છે કે, હે , રાજન્ ! સાંભળ. વીતરાગ દેવે ભાખ્યું છે કે પૃથ્વીતલને વિષે ભાવધર્મની સમાન બીજો છે ની કોઈ ધર્મ નથી. (૧)
- એ જ પ્રમાણે કેવલી શ્રી વિજયચંદ્રરાજર્ષિ હરિચંદ્ર રાજાને કહે છે કે, તે પૃથ્વીપતિ 3 હરિચંદ્ર ! જે પ્રમાણે તીર્થંકર દેવે કહ્યું તે પ્રમાણે પૃથ્વીને વિષે અનેક પ્રકારના ધર્મો છે પ્તિ પરંતુ તેમાં ભાવધર્મ સમાન કોઈ નથી. (૨)