SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ STD TO શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) STD 3 તેમજ જ્ઞાની પુરુષ ફરમાવે છે કે વસવસોથી યુક્ત સંયમ જીવનમાં ન હોય પરંતુ એક છે ભાવધર્મ જો મજબૂત હોય તો તેના બળે આત્મા પરમાત્મા બને છે. જેમ ભાવધર્મના બળે ભરત મહારાજા આરિસા ભવનમાં કેવલજ્ઞાનને પામ્યા તેમ ભાવધર્મથી જીવ ભવસમુદ્ર તરી શકે છે. (૩) વિવેચનઃ તીર્થંકર દેવે ચાર પ્રકારનો ધર્મ પ્રરૂપ્યો છે. દાન, શીયલ, તપ અને ભાવ. ) આ ચારમાં ભાવ મુખ્ય છે. તે મુખ્ય છે પણ મૂક્યો છે છેલ્લે. તે એ સૂચવે છે કે તમે આગળના ત્રણ ધર્મ જેવા કે દાન, શીયલ, તપ ગમે તેટલા કરો પણ જો તેની સાથે ભાવને # જોડવામાં ન આવે તો ત્રણમાંથી એકપણ ધર્મની કિંમત નથી. કોઈપણ ધર્મમાં ભાવ પ્રધાન * ની છે. દાન કરો તો ભાવપૂર્વક કરો, બ્રહ્મચર્ય પાળો તો ભાવપૂર્વક પાળો અને તપ કરો તો પણ તે ભાવપૂર્વક કરો. જો ભાવ એકપણ અનુષ્ઠાનમાં જોડતા નથી તો ગતાનુગત, દેખાદેખીથી જ કરેલ ધર્મ ફક્ત કાયકલશ કરનારો થશે. જેમ મમ્મણ શેઠે સુપાત્રદાન કર્યું પણ નિમિત્ત ન મળતા ભાવની ધારા તૂટી તો જે સુપાત્રદાન તીર્થંકરનામ ગોત્ર બંધાવે તેના બદલે સાતમી $ નરકે પહોંચાડનારું બન્યું. શાલીભદ્રના જીવે સુપાત્રદાન કર્યું. સાથે અત્યંત અનુમોદના | કરી. ભાવમાં વૃદ્ધિ કરી તો તે સુપાત્રદાન શાશ્વત સુખ આપનારું થયું. માટે જ જ્ઞાનીઓ કે કહે છે ભાવ વિનાનો કરેલો ધર્મ ફક્ત કાયાકલેશનું કારણ બને છે. ભાવધર્મ જો ઉચ્ચકોટિનો | હોય તો વસવસાયુક્ત સંયમજીવન પણ તેની આગળ ઝાંખો પડે. જો કે અહિં સર્વવિરતિની આ અવગણના નથી કરતાં પણ પ્રસ્તુત શ્લોકમાં ભાવધર્મનું પ્રાધાન્ય બતાવવું છે માટે એમ કહેવાયું છે કે વસવસોથી યુક્ત સંયમ ન હોય તો પણ ભાવધર્મ કેવલજ્ઞાન અપાવે છે. જેમ ભરત મહારાજા સંયમી નથી પણ ભાવના ભાવે છે અને અરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત ' હવે વીસવસા એટલે શું ? ત્રસદશક, સ્થાવરદશક આ વીસની દયા સર્વવિરતિધરને મને કી કરવાની છે. તે તો સર્વવિરતિધર પાળે છે. તેમાંથી ગૃહસ્થ દેશવિરતિધર સવાલસા જ | પાળી શકે છે. કેમકે સ્થાવરદશક વિના તેને એટલે ગૃહસ્થને ચાલવાનું નથી. ત્રસદશકમાં છે પણ અપરાધી અને નિરપરાધી બે છે, તેમાંથી અપરાધી પરની દયા કરી શકે નહિ, તો પાંચ તે જાય અને સંકલ્પથી ન હણવા, આમ કરતા નિરપરાધી જીવોને પણ જાણી જોઈને હું મારવાની બુદ્ધિથી ન હણવા એમ કરતા સવારસાની દયા તે ગૃહસ્થ કરી શકે આને વસવસા દયા કહેવાય. આવા વસવસોથી યુક્ત સંયમી કરતા પણ ભાવધર્મ પ્રધાન છે. તે વસવસા દયામાં પણ ભાવ ભળતો નથી તો તે સંયમ પણ શું કામનો ?
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy