SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ STATE ) [ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) .. . . 3 ના ભરત ચક્રવર્તીએ સંયમ લીધો નથી પરંતુ એક વખત પોતે પોતાના રાજમહેલના ન આરીસાભવન છે એટલે કે આરીસાનું જ બનાવેલું તે ભવન છે. તેમાં પોતે પોતાના શરીરની શોભા નિહાળી રહ્યા હતાં. તે વખતે શૃંગાર, આભૂષણથી યુક્ત શરીરની શોભા ka અનુપમ હતી. તેમને વિચાર આવ્યો, આભૂષણથી યુક્ત કાયા શોભે છે કે આભૂષણ રહિત દર શોભે છે? લાવ જોવા દે. એમ વિચારી એક આંગળી ઉપરની વીંટી કાઢીને જોવા લાગ્યા, | તો તે આંગળીની શોભા ચાલી ગયેલી હતી. ભરત મહારાજા વિચારે છે અરે રે ! આ કાયાની કોઈ જ શોભા નથી ? દેખાવની કાયા છે ? તે પણ આભૂષણ છે તો, નહિ તો તે નહિ? ધિક્કાર હો ? જે કાયાની એક દિવસ રાખ થવાની છે, તે કાયાની પાછળ માનવ , પોતાનો અમૂલ્ય સમય વેડફી રહ્યો છે. એ પ્રમાણે વિચાર કરતા અને અનિત્ય ભાવના ભાવતા ભાવતા ધર્મધ્યાન પરથી શુક્લધ્યાનની ધારાએ ચઢી કેવલજ્ઞાનને પામ્યાં. આગળ વળી ભાવધર્મની મુખ્યતા બતાવતા શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને ની ફરમાવી રહ્યા છે કે મોક્ષની પ્રાપ્તિમાં ફક્ત ક્રિયા કારણભૂત એટલે કે સહાયભૂત થતી નથી , E પરંતુ હે રાજન ! સાંભળ. જો તેની સાથે ભાવ જોડાયો હોય તો જ તે ક્રિયા અનુષ્ઠાન $ મોક્ષના કારણભૂત બને છે. જુવો મરૂદેવી માતા પણ ભાવના બળે જ અનુપમ એવું કેવલજ્ઞાન ન પામ્યાં. (૪) | વિવેચન : સાંસારિક સ્નેહપાશથી બંધાયેલા હોવાથી “મરૂદેવી' માતા ઋષભ, ઋષભ દિન | કરતાં રડી રહ્યા હતા અને હંમેશા ભરત મહારાજાને ઓલંભા દેતાં હતા. કે હે ભરત ! તું ન તો રાજ્ય મહાસુખને ભોગવે છે અને પર્સ ભોજન કરે છે. રાજઋદ્ધિ, વિષયસુખમાં તું ની મગ્ન રહે છે જ્યારે મારો ઋષભ જંગલમાં ભટકે છે. તેને પૂરું ખાવા પણ મળતું નહિ હોય, તેને તું તેની ખબર પણ કાઢતો નથી ! એ પ્રમાણે રડી રડીને આંખે પરીયા વળી ગયા ને અંધત્વ : મિત્ર પ્રાપ્ત થયું. પરંતુ એક દિવસ મરૂદેવા માતા માટે સોનેરી સૂરજ ઉગ્યો ! વધામણી આવી Mિ $ “ઋષભ'ને તો કૈવલ્ય પ્રાપ્ત થયું છે. જઘન્યથી કરોડો દેવો તેની સેવામાં હાજરાહજૂર છે. આ પ્રમાણેની વધાઈ મળતાં જ ભરત મહારાજા મરૂદેવી માતાને પોતાના હાથીના હોદે $ બેસાડે છે અને કહે છે માતાજી ! ચાલો. તમારા ઋષભની ઋદ્ધિ જોવા ! તમે “ઋષભ રી. ઋષભ કરો છો અને મને ઓલંભા દો છો. મારો “ઋષભ' ભૂખ્યો તરસ્યો જંગલમાં ક્યાંય ફરતો હશે ? હાથીના હોદે બેસી ભરત મહારાજા દૂરથી મરૂદેવી માતાને બતાવી રહ્યા છે કે હે માતા ! તમારા ઋષભનું સમવસરણ જુવો. કરોડો દેવો, દેવીઓ, ઈન્દ્રો - ઈન્દ્રાણીઓ, - ચક્રવર્તીઓ, રાજાઓ જેમની સેવામાં ઉપસ્થિત છે. તે જોતા જોતા મરૂદેવા માતાની આંખે દસ હર્ષના આંસુ ઉભરાયા અને આંખ આડા આવેલા પડલો દૂર ગયા અને સમવસરણમાં
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy