________________
SS
| શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ . કે ચોસઠ ઈન્દ્રોથી સેવાતા પોતાના પુત્રને જોઈને મરૂદેવા માતા વિચારવા લાગ્યા, જેને માટે કરી મેં રડી રડીને વર્ષો વિતાવ્યા. આંખે પડલ આવ્યા, તે પુત્રને મારા પર જરાં પણ મોહ નથી. 6એટલું જ નહિ મારા માટે કંઈ સંદેશો પણ મોકલ્યો નહિ. ખરેખર જગત સ્વાર્થમય છે અને કરી મારો ઋષભ તો વૈરાગી છે. તેને પહેલેથી જ માયા-મમતા ત્યાગી છે અને હવે વીતરાગી
બન્યો છે. ખરેખર કોઈ કોઈનું સગુ થતું નથી. આમ એકત્વ ભાવના ભાવતા ભાવતા ભાવધર્મના બળે મરૂદેવી માતા પણ કેવલજ્ઞાન પામ્યા !
એ પ્રમાણે અનેક જીવો ભાવધર્મના માધ્યમથી સંસાર સમુદ્ર તરી ગયા છે. ખરેખર ન | સમગ્ર સંસારમાં જોતાં સર્વ ધર્મમાં પ્રધાન શ્રેષ્ઠ ભાવધર્મ છે. (૫)
તે માટે હે રાજન્ ! તમે મનને સ્થિર કરી, એકાંતે નિશ્ચલમનથી ભાવપૂર્વક દેવાધિદેવની - સ્નેહધરી પૂજા કરો. (૬)
વળી હે રાજન્ ! સંયમ વિના પણ તારૂં પ્રભુપૂજાથી કલ્યાણ થશે અને તે જ પૂજાનાં માધ્યમથી તું મોક્ષસુખના ફળને અને સુખને પામીશ. (૭)
અહિં સંયમજીવનને ગૌણ કર્યું છે અને શ્રાવકધર્મની પ્રધાનતા બતાવી છે, તેનું કારણ એક જ છે પ્રથમ સંયમધર્મ બતાવ્યા પછી વ્યક્તિ તે જીવનને, તે ધર્મને આરાધવા સમર્થ ન . નિ હોય ત્યારે તેને શ્રાવકધર્મ બતાવવો પડે ! તેથી અહિં પણ પ્રથમ સંયમધર્મ બતાવ્યો પણ મને હરિચંદ્ર રાજા તે લેવા સમર્થ ન હોવાથી શ્રાવકધર્મ બતાવ્યો.
જેમ કોઈ ઘરાક દુકાનમાં માલ લેવા આવે તેને દરેક જાતના માલ બતાવાય છે. ઉંચી | કિંમતના, મધ્યમ કિંમતના, અને જઘન્ય કિંમતના. પણ ઘરાકની જેટલી શક્તિ હોય તેટલી જ
કિંમતનો જ માલ તે ગ્રહણ કરે છે. તેવી જ રીતે બે પ્રકારનો ધર્મ બતાવવામાં આવે છે. જે | વ્યક્તિ જેને વિષે સમર્થ હોય તે વ્યક્તિ તેવો ધર્મ સ્વીકારે છે. ' હે રાજન્ ! તું તારા મનને સ્થિર કરી, શુભભાવ પૂર્વક પ્રભુપૂજા કર ! જેમ સમતાના ની બળથી સુરપ્રિયે બાધારહિત (વિઘરહિત) પણે મોક્ષસુખને હસ્તગત કર્યું. (૮)
કેવલી ભગવંતની એ પ્રમાણેની વાણી સાંભળી, હરિચંદ્રરાજા આશ્ચર્ય પામ્યો અને ૬ મુનિવરને તે સમયે કહેવા લાગ્યો કે મુનિવર, મારા પર મહેર કરી (કરૂણા કરી) તે સુરપ્રિયનો વૃતાન્ત મને કહો. (૯)
હરિચંદ્ર રાજાની વાત સાંભળીને કેવલી ભગવંત કહેવા લાગ્યાં કે હે રાજન્ ! સ્થિર | એવા ભાવધર્મના ગુણથી સુરપ્રિયે શિવસુખ સાધ્યું તેમ હે રાજન્ ! સાંભળ. તું પણ તે રીતે આ શીવસુખને પામ અને હવે તે સુરપ્રિયનો અધિકાર વિસ્તારથી કહું છું તે સાંભળ. (૧૦)