________________
SO IT S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 દક્ષિણ ભારતમાં સુસુમાપુર નામના નગરમાં મહાબળવાન ચંદ્ર નામે રાજા શોભી રહ્યો કરી છે. (૧૧)
તે રાજાને ‘તારા નામની પટ્ટરાણી છે, તે અનોપમ રૂપે શોભે છે અને જ્યારે અલંકારોથી તે If યુક્ત હોય ત્યારે તે રંભા સમાન તેજસ્વી લાગે છે. (૧૨) દમી વળી તે તારા પટ્ટરાણીની સુવર્ણ સમાન કોમલ કાયા છે. જેના ચંદ્ર સમાન શીતલ
| વચનો છે. હરણાસમાન (મૃગ) નયનો છે અને જેનો ઉરનો ભાગ ઉંચો છે, જાણે સુવર્ણના દે દર બે કુંભ ન હોય તેવી અને જેના હાથમાં કટિ સમાયેલી છે. (૧૩)
ની એવી રૂપે રંભા સમાન પટ્ટરાણી તારાની સાથે રાજા વિષયસુખમાં મગ્ન રહે છે, તે $ દિવસ કે રાત જોતો નથી અને ઈન્દ્ર જેમ ઈન્દ્રાણી સાથે સુખ ભોગવે તેમ ચંદ્રરાજા “તારા'ની ની સાથે વિષયસુખોને ભોગવી રહ્યો છે. (૧૪)
તે જ નગરીમાં “સુંદર' નામનો વ્યાપારી શ્રેષ્ઠિવર્ગમાં મુખ્ય છે તે ત્યાં રહે છે અને B રૂપથી મનોરમ એવી “મદનશ્રી' નામની તેની પત્નિ છે. (૧૫)
તે શેઠ – શેઠાણીને “સુરપ્રિય” નામનો મહાદુષ્ટ એવો એક પુત્ર છે અને તે સુંદરશેઠને તો મનથી પણ અણગમતો અને જોવાથી સાપ જેવો લાગે છે. (૧૬)
પૂર્વભવના વૈરથી પુત્રને પણ પોતાનો સગો બાપ પણ શિયાળ જેવો લાગે છે અને દરી તેમની વાત પણ ગમતી નથી. (૧૭)
જ્યારે પુત્ર ઘરમાં આવે છે ત્યારે બાપ બહાર જાય છે અને બાપ ઘરમાં આવે તો પુત્ર દિ બહાર જાય છે. આમ એક-બીજાને ભેગાં રહેવું પણ ગમતું નથી. (૧૮)
એ પ્રમાણે અંદરોઅંદર બંને જણા એકબીજા પ્રત્યે રોષ ધારણ કરે છે અને હૈયામાં | એકબીજા પ્રત્યેનો કલુષિત ભાવ હંમેશ માટે રહે છે, તે દૂર થતો નથી. (૧૯)
કોઈ એક દિવસ “સુંદર શેઠ પોતાના પુત્રને કહેવા લાગ્યો કે, હે વત્સ ! સાંભળ. ના ભાગ્ય યોગે આપણે નિર્ધન (ગરીબ) થયા છીએ. (૨૦) | તો હવે ધન માટે આપણે આપણું ઘર અને મનનો ક્લેશ દૂર કરી, બીજા દેશમાં ની જઈએ. (૨૧) | જે મનુષ્ય ઉત્તમકુલમાં ઉત્પન્ન થયો હોય. પણ જો તે ગરીબ છે તો તે ગુણ વિનાના
ધનુષની જેમ સર્વત્ર હલકાઈને પામે છે. (૨૨) ની ધર્મ, અર્થ, કામ અને ભોગ. આ ચાર પ્રકારના ધર્માદિ વર્ગથી નિર્ધન મનુષ્યો દૂર રહે
છે કેમકે તેણે હૃદયના ઉમંગપૂર્વક શ્રી જિનધર્મ કર્યો નથી. (૨૩)