SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ આ કી ગ્રી અપ્રકારી પૂજાનો રાસ) TWITTER Eી. દરરોજ મુનિ નાટકીયાને ત્યાં લાડવા વહોરવા આવવા લાગ્યા. એક વખત નાટકીયાએ ની પોતાની દીકરીઓને કહ્યું, આજ તમે મુનિને તમારા બનાવી લેજો. “ચિંતામણીરત્ન' સમાન - આ મુનિ કામણગારો છે. સોહામણો છે. તમારો ભરથાર થાય તેમ છે. પોતાના પિતાના આ ના આદેશથી ભુવનસુંદરી અને જયસુંદરીએ આજે સોલ શણગારનો સાજ સજ્યો છે અને ન મુનિને કહે છે આ દેહ અમે તમને સોંપીયે છીએ. તમે અહીં રહો. આ ઘરઘર ભિક્ષા ની માંગવી દોહિલી છે. આ તમારી કુમળી કાયા દિનકરની ઝાળમાં કરમાઈ જાય છે. ભરયુવાની છે. શા માટે કાયાને કચડી નાંખો છો ? આમ મુખડાના મટકા કરતી બંને બાળાએ , મુનિવરને ચિત્તથી ચૂકવ્યો. મુનિનું મન પણ વિષય - વાસનાથી ભભૂકી ઉઠ્યું. અને મુનિએ કહ્યું હું ગુરુને પૂછીને આવું. આ પ્રમાણે કહીને મુનિ ઉપાશ્રયે આવ્યા. ગુરુએ ઠપકો આપતાં કહ્યું, આટલી બધી વાર કેમ થઈ ? ક્યાં ગયા હતાં ? મુનિએ કહ્યું . આ તમારી ભિક્ષા મને દોહિલી લાગે છે. મને તો આમાં કષ્ટ લાગે છે. આ સંયમનો ભાર હું મારાથી વહન થતો નથી. પેલી નટડીમાં મારું મન લાગ્યું છે. હું ત્યાં જવા ચાહું છું. આપની ની આજ્ઞા લેવા આવ્યો છું. ગુરુએ “અષાઢાભૂતિને સમજાવતા કહ્યું, નારી - કુડ - કપટની ખાણ છે. ગરજ પડે ને તારી પાછળ ઘેલી થાય અને કામ પતે એટલે રાક્ષસી જેવી બનતાં વાર નહિ. પોતે દુર્ગતિમાં પડે અને બીજાને પાડે. પોતે અનાચાર આચરે. વળી પતિને પગે લગાડાવે. જુઠાં sી સમ ખાય. એક સાથે રાચે, એકને ધીરજ ધરાવે. વળી અનેક પાપની રાશી ભેગી કરે ત્યારે ની નારીપણું મલે. એવી નારીને વિષે તું શું રાચી રહ્યો છે? પરંતુ અષાઢાભૂતિએ તે વાત Aી માની નહિ અને ચાલ્યો નટડીને ઘેર. નટડીને પરણ્યો અને તેની સાથે વિષયસુખ ભોગવવા ની લાગ્યો. આમ મોહવશ અષાઢાભૂતિ ચારિત્રથી ચૂક્યા. ખરેખર આઠે કર્મમાં મોહે અગ્રેસર છે અને મોહનીયકર્મના જોરથી જીવ ભવમાં ભટક્યા કરે છે. આગારિક અણગારનો ધર્મ વિતરાગે કહ્યો છે. સમકિતવંત સુધર્મીને પણ મોહે લંછન લાગે છે. અષાઢાભૂતિ નટડીના મોહ ચૂક્યા છે. - એક વખત કોઈ પરદેશી નટ આવ્યો અને સિંહરથ રાજાને કહેવા લાગ્યો કે મેં ઘણાં | નટોને વાદમાં જીત્યા છે અને આ પૂતળાં બાંધીને લાવ્યો છું. જો તમારા રાજ્યમાં કોઈ નટ હોય તો તેને હાજર કરો અને મને વાદમાં જીતે તો આ પૂતળાં છોડાવી લો. આ વાત સાંભળી રાજાએ અષાઢાભૂતિને તેડાવ્યો. તેણે વાદમાં પરદેશી નટને જીત્યો કરી અને પૂતળાં છોડાવ્યાં પણ ઘરે આવીને જુએ છે તો પાછળથી બંને સુંદરીઓએ મદિરા | Sી પીધી છે અને નગ્ન અવસ્થામાં પડી છે. આ જોઈ ગુરુવાક્ય યાદ આવ્યું કે ગુરુએ કહ્યું હતું
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy