SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ S..... શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) T D 10 વાચકો ! તમે સમજી શક્યા હશો કે જિનેશ્વરનો જાપ જે નથી કરતા તેનું પાસુ પાપ , છોડતું નથી. જે પ્રભુ સાથે સંગ ન કરે તેનો આપણે પણ સંગ કરવો જોઈએ નહિ. વીતરાગ | પ્રત્યેનો રાગ ન કરીએ તો ભવભ્રમણ વધે છે. મુક્તિ આપણાથી દૂર થાય છે. ભગવંત પ્રત્યે ભક્તિ ભાવ ન રાખીએ તો જીવનમાં આપણી રાવ યાને આપણી બૂમ કોઈ સાંભળતું નથી વિગેરે. અર્થ સરલ છે તેના પરથી સમજી શક્યા હશો. પરમાત્માની પૂજા તો દૂર રહો પણ નામ સ્મરણ માત્રમાં કેટલી તાકાત છે. માત્ર પ્રભુના નામનું સ્મરણ આપણાં જન્મ-મરણને ટાળે છે અને ભદ્રબાહુસ્વામીએ તો ઉવસગ્ગહર સૂત્રમાં ત્યાં સુધી લખ્યું કે, પરમાત્માના નામસ્મરણ યાને મંત્રજાપ તો દૂર રહો પરંતુ એક વખત કરેલો નમસ્કાર પણ ઘણાં ફળને આપનારો થાય છે. મનુષ્ય યા તિર્યંચો પણ દુઃખ દૌર્ભાગ્યને પામતા નથી તો પૂજનની તાકાત કેટલી ? પરમાત્માનું નિર્મલ દર્શન પણ જો નિર્મલ એવું સમ્યગદર્શન પ્રાપ્ત કરાવે છે તો પૂજાથી શું પ્રાપ્ત ન થાય ? જ્યાં સમ્યગદર્શને આવે છે ત્યાં મુક્તિ રીઝર્વ થઈ જ સમજો ! માટે હે શ્રોતાજનો ! પરમાત્માની ભક્તિથી, દર્શનથી અને પૂજાથી અનંત પુણ્ય એકત્ર થાય છે. કર્મjજ બળી જાય છે અને શાશ્વત સુખ મળી જાય છે. અહિં દુર્ગતા નારી પણ ફળપૂજાનું મહત્વ ગુરુમુખે સમજેલી છે. માટે પોપટને પણ ફળપૂજાનું મહત્વ સમજાવે છે કે, તે જીવ ભવભ્રમણ અલ્પ કરે છે અને જ્યાં સુધી મુક્તિ સુખને પામે નહિ ત્યાં સુધી સદ્ગતિને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે છે શુક! મેં ગુરુમુખે સાંભળ્યું છે અને ભગવંતે પોતાની અમૃતમય દેશનામાં ની ફરમાવ્યું છે તે ગણધરોએ આગમમાં લખ્યું છે કે ઉત્તમ પ્રકારના ફળો દ્વારા પરમાત્માની દિ જો પૂજા કરવામાં આવે તો તે નિશ્ચ સદ્ગતિ સહ મોક્ષગતિને પ્રાપ્ત કરે છે. (૧૪) તે માટે તે પોપટ ! ફળપૂજાનું ઉત્તમ ફળ મળે છે એમ સમજી ધનહિ એવી મને એક ની આમ્રફળ આપો. તેથી હું પરમાત્માની આગળ ધરાવું અને મારા જન્મને સફળ કરું. એ પ્રમાણેની દુર્ગતાની વાત સાંભળી સૂડી (પોપટી) પોતાની ભાષામાં પોતાના સ્વામી એવા દર શુક (પોપટ)ને કહેવા લાગી કે – (૧૫) હે સ્વામીનું ! અનંતા લાભનું કારણ બને એવું એક ફળ આ સ્ત્રીને આપો, જેથી | | આપણને પણ અનંતો લાભ થાય અને આપણે પણ મનના ઉલ્લાસપૂર્વક પરમાત્મા આગળ ફળ ધરાવવા જઈએ. (૧૬) છે એ પ્રમાણે સૂડીની વાત સાંભળી પોપટે ઉત્તમ ફળ મેળવવાની આશાથી ઉલ્લાસપૂર્વક એક આમ્રફળ તે દુર્ગતાને આપ્યું. (૧૭)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy