SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ SANT TO I શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) જિનમતિ ઈમ ઉચ્ચરે હો, બ૦ સાંભળ તું સસનેહ. સુણ૦ દેહરે દીવો જે કરે હો, બ૦ વંછિત પામે તેહ. સુગ્દ૦ ૧૨ દીવો દારિદ્રને હરે હો, બ૦ અરતિનો કરે નાશ. સુણ૦ પ્રજાળે પાપ પતંગને હો, બ૦ આપે અવિચલ વાસ. સુ૦૬૦ ૧૩ જિનમુખ આગે જે ધરે હો, બ૦ વિધિશું દીપ સુરાગ સુણ૦ સુરનરનાં સુખ ભોગવી હો, બ૦ પામે તે શિવ સોભાગ. સુ૦૬૦ ૧૪ ઈમ નિસુણીને ધનસિરી હો, બ૦ જાણી લાભ અછે. સુણ૦ દીપક દિન પ્રત્યે દિયો. હો,બ૦ જિનને ભુવને તેહ. સુ૦૬૦ ૧૫ શ્રી જિનની થઈ રાગિણી હો, રા૦ સમકિત પામી શુદ્ધ ગુણ૦ નિયમે દહાડા નિગમે હો, રાત્રે ધરમે વાસી બુદ્ધિ ગુસૂ૦ ૧૬ જુગતે જિન સદને સદા હો, રા. દીપક દીયેદીય ગુણ૦ એક ચિત્તે ભગતિ કરી હો,રાત્રે ત્રણ વાર ત્રિવિધે સોય ગુસુ૧૦ ઉદય વદે ચુંવાલીસમી હો. ભવિયા એ કહી ઢાળ બનાય. ગુણ૦ ઈમ જાણી જિનરાયના હો. ભ૦ પ્રેમે પૂજજે પાય. ગુસુ૦ ૧૮ ભાવાર્થ : શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને દીપક પૂજાનું ફલ સમજાવતા દીપક સી પૂજા ઉપર જિનમતી અને ધનશ્રીનું દ્રષ્ટાંત સમજાવી રહ્યા છે કે, હે રાજન્ ! દક્ષિણ k, ભરતમાં ઈદ્રપુરી સમ શોભતી નિરૂપમ એવી મેઘપુર નામે નગરી છે. (૧) તે નગરીમાં રિપુગણનાં ગર્વને ટાળવા કેસરી સિંહ સમાન મેઘરથ નામે રાજા રાજ્ય 6 કરી રહ્યો છે. (૨) મેઘપુરનગરીમાં જ સમ્યક્ત્વધારી અને શ્રાવકનાં એકવીસ ગુણે શોભતો, જિનેશ્વર ન દેવની આજ્ઞાનો પાલક ‘વરદત્ત' નામે શેઠ વસે છે. (૩) છે તે વરદત્તને જિનેશ્વરના ધર્મનો પૂર્ણ રંગ લાગ્યો છે. અને ચોલમજીઠ જેવું સમ્યકત્વ મન (રંગ કરારી જેવું) તેનું નિશ્ચલ છે. (૪) તે વરદત્તને નિર્મલ જિનેશ્વર પ્રત્યે રાગ છે. નિર્મલ ગુણની ભંડારી અને નિર્મલ શીયલ વ્રતે શોભતી એવી શીલવતી નામે પત્નિ છે. (૫) તેમને જિનમતિ નામે ત્રણ ભુવનને મોહ પમાડે તેવી પુત્રી છે. તે પણ ગુણના સ્થાન, રૂપ અને સભ્યત્વ ધારી શુદ્ધ શ્રાવિકા છે. (૬)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy