SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ is , SSS SS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ રોગ ન આવે ટુંકડો, જિમ કરી કેસરી આગે રે; પ્રતિકૂલ પ્રમદાની પરે, દુરગતિ દૂર ભાગે રે. ઈમ૦ ૬ ભવજલ સિંધુ સુખે તરે, ઉપદ્રવ અલગ પલાય રે; મોક્ષ તેને છે હાથમાં, જે પૂજે જિનરાય રે. ઈમ૦ ૦ વન ગાઠાં હરણાં પરે, અવગુણ અલગા નાસે રે; મનવાંછિત ફલ તે લહે, જે જિન પૂજે ઉલ્લાસે રે. ઈમ૦ ૮ સુમતિ સુમિત્ર તણી પરે, સંગ ન છોડે કિહા રે; વારિધિ વેલાની પરે, સુખની રાશિ વધારે રે. ઈમ- ૯ જે પૂજે ફૂલે કરી, શ્રી જિન કેરા પાય રે; સુર લલનાને લોચને, તે નર આપે પૂજાય રે. ઈમ૦ ૧૦ જે વંદે જિનદેવને, જિગ તેહને વંદે રે; જે જિનની સ્તવના કરે, સુર સ્તવે તેહને આનંદે રે. ઈમ૦ ૧૧ જે વ્યાયે જિનરાજને, ભાવધરી મનમાં હો રે; સુણ તું સાચું બાંધવા, મુનિજન તેહને ધ્યાયે રે. ઈમ૦ ૧૨ વિવિધ જાતિને ફૂલડે, જે પૂજે જિનબિંબ રે; તે પ્રાણી પાસે સહી, ઉત્તમ પદ અવિલંબ રે. ઈમ૦ ૧૩ ઈમ નિસણી ગુણધર વદે, લીલાવતી પ્રતિ વાણી રે; જાવજીવ જિનરાજને, પૂજવા મેં ફલ જાણી રે; અવસરે લાહો લીજિએ. ઈમ૦ ૧૪ સુશ્રીક સુરભિ ફૂલશે, ભ્રાતા ભગિની દોય રે; ભાવ અને ભક્તિ કરી, જિનને પૂજે સોય રે. અવ૦ ૧૫ ઈમ પૂજી અરિહંતને, શિવિદેશુ ત્રણવાર રે; નિયમ ન ખેડે તે કદા, સુખે વિચરે સંસારે રે. અવ૦ ૧૬ અનુક્રમે આયુ પૂરું કરી, જિન પૂજી ચિત્ત ચોખે રે; કાલ કરી બેઠું ઉપના, સૌધર્મે સુરલોકે રે. અવ૦ ૧૭
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy