________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સુરલોકના સુખ ભોગવી, મનવાંછિત મનમોદે રે; સુર આપ્યું પૂરું કરે, નાટક ગીત વિનોદે રે. અવ૦ ૧૮ ઓગણચાલીસમી એ કહી, સંપૂરણ થઈ ઢાળો રે; ઉદયરત્ન કહે સાંભળો, પૂજાફલ સુરસાળો રે. અવ૦ ૧૯ ભાવાર્થ : લીલાવતીનો જે ભાઈ ગુણધર નામે છે તે પૂજાનું ફલ શું પ્રાપ્ત થાય ? એમ પ્રેમથી ચિત્ત દઈને લીલાવતીને પૂછે છે. (૧)
ત્યારે લીલાવતી પણ કહે છે કે, જિનપૂજાથી જીવ દુર્ગતિમાં પડતાં બચે છે. આલોક - પરલોકમાં સુ૨ - નરની ઋદ્ધિ અને અંતે અવિલંબપણે શિવસુખ પ્રાપ્ત કરે છે એમ જાણીને જિનેશ્વરની પૂજા કરીએ. (૨)
તેમજ વળી જિનેશ્વરની કરેલી પૂજા પાપ સંતાપને દૂર કરે છે અને આપત્તિના મૂલને ઉખેડી નાંખે છે. વળી પુણ્યરૂપી અંકુરને સીંચે છે અને સ્વર્ગ તથા સૌભાગ્યને પ્રાપ્ત કરાવે છે. (૩)
વળી પૂજા રોગ શોગ અને દોહગને હરે છે. ક્રોડો કલ્યાણને કરનારી છે. આકરા સંકટની હર્તા છે અને ‘યશ’ તથા પ્રીતિની વધારનારી છે. (૪)
અને જે જિનેશ્વરદેવની પૂજા કરે છે. તેના ઘર આંગણે સ્વર્ગ આવીને ઉતરે છે. કમલા તેના ઘરને વિષે વાસ કરે છે. તેના ગાત્રને વિષે ગુણની શ્રેણી વસી જાય છે અને ત્રણે ભુવનના લોકો તિર્યંચો પૂજા કરનારના દાસ બને છે. (૫)
વળી જેમ હાથી કેસરીસિંહ આગળ આવતો નથી તેમ જિનપૂજાથી રોગ 'આપણી નજીક આવતો નથી અને પ્રતિકુલ પત્નિની જેમ દુર્ગતિ પણ દૂર ભાગે છે. (૬)
તેમજ પૂજાથી ભવસિંધુ સહેજે તરાય છે અને ઉપદ્રવ દૂર પલાય છે અને જે જિનવરને પૂજે છે મોક્ષ તેના હાથમાં છે ! (૭)
વનમાં જેમ શિકારીને જોઈને હ૨ણા નાસે તેમ જે જિનવરની પૂજા કરે છે તેના અવગુણ દૂર નાસી જાય છે અને જે ઉલ્લાસપૂર્વક જિનદેવને પૂજે છે તે મનવાંછિત ફલની પ્રાપ્તિ કરે છે. (૮)
અને સુમિત્રની જેમ ‘સુમતિ’ તે જીવનો સંગ છોડતી નથી. જેમ વારિધિ વેલાને વૃદ્ધિ પમાડે તેમ પ્રભુપૂજા સુખની રાશીને વધારે છે. (૯)
ફૂલ વડે કરીને પ્રભુના ચરણકમલને પૂજે છે તેને દેવ-દેવીઓ પોતાની પત્નિ આદિ સહજ સ્વભાવથી પૂજે છે. અર્થાત્ પ્રભુપૂજા કરનાર સહસા પૂજ્ય બને છે. (૧૦)
૨૨૪