________________
SET T O SET (શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) | SD 3
જે જિનેશ્વરદેવને વંદન કરે છે તેને ત્રિજગ વંદે છે. જે જિનની સ્તવના કરે છે તેની | દેવતાઓ આનંદથી સ્તુતિ કરે છે. (૧૧)
વળી હે બાંધવ ! સાંભળ. જે જીવ ભાવધરીને મનમાં જિનેશ્વરનું ધ્યાન ધરે છે, તેનું | મુનિવર્ગ ધ્યાન ધરે છે. (૧૨) દિન વળી હે બાંધવ! જે જીવ વિવિધ જાતિના ફૂલોથી જિનબિંબને પૂજે છે તે પ્રાણી ઉત્તમ દિ પદવી વિના વિલંબે પ્રાપ્ત કરે છે. (૧૩)
એ પ્રમાણે લીલાવતીની વાણી સાંભળી ગુણધર તેનો ભાઈ કહેવા લાગ્યો કે, હે ની બહેન ! પૂજાનું ફલ જાણીને જાવજીવ સુધી હું પૂજા કરીશ એવો નિર્ણય કરું છું. (૧૪)
સુંદર અને સુરભિ ફૂલો વડે ભાઈ અને બહેન બંને ભાવ અને ભક્તિ વડે શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે છે. (૧૫)
એ પ્રમાણે ત્રિવિધ ત્રણ કાલ અરિહંતદેવની ક્યારે પણ નિયમ ખંડ્યા વગર પૂજા કરે છે દે છે અને સુખપૂર્વક સંસારમાં સમયને વિતાવે છે. (૧૬) | એ પ્રમાણે ચિત્ત ચોખે જિનની પૂજા કરી ભાઈ બહેન બને અનુક્રમે આયુપૂર્ણ થયે છતે કાલ કરીને સૌધર્મ દેવલોકે ઉત્પન્ન થયાં. (૧૭).
દેવલોકમાં મનમોદે સુરલોકના દિવ્ય સુખોને ભોગવી નાટક - ગીત વિગેરેમાં વિનોદ કરતાં આનંદ માણતાં દેવનું આયુષ્ય પણ પૂર્ણ કરે છે. (૧૮)
એ પ્રમાણે ઓગણચાલીસમી ઢાળ સંપૂર્ણ થઈ એમ પૂજાના ફલના વર્ણન કરતી આ ઢાળ હે ભવ્યો ! તમે સાંભળો એ પ્રમાણે ઉદયરત્નજી મહારાજ કહી રહ્યા છે. (૧૯)