________________
SSSSSSS SSAS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
2 ) મુનિપતિ કહે હો સમરથ નહિ સંજમ લેવા, તો ઉચ્ચરો વ્રતબાર સુ0 દેવાનુપ્રિય હો સમકિત શુદ્ધ આદરો, આદરી પાલો ઉદાર. સુદે. ૧૦ દેશવિરતીએ હો કુમરને થાપી થિર કર્યો, આપ્યું સમકિત દાન. સુ૦ વિનયશ્રીને હો સંજમ આપે તિણે સમે, મુનિવર જ્ઞાન નિધાન સુ. ૧૮ ગુરુને નમી હો વિનયશ્રી પ્રત્યે ખામી, કુમર ગયો નિજ ઠાય, સુo દેવાનુપ્રિય હો સુણ તું હરિચંદ્ર મનરૂલી, મનરૂલી કહે મુનિરાય. સુ૦ ૧૯ વિનયશ્રી હો સુવ્રતા સાધ્વીની પાસે, પાલી સંજયભાર, સુકેવલ લહી હો મુગતિ ગઈ તે મહાસતી, પામી ભવનો પાર. સુદે. ૨૦ વિજયચંદ્ર હો હરિચંદ્રને કહે સાંભળો, એ કુસુમપૂજા અધિકાર સુo ઉદય કહે હો, તેંતાલીસમી ઢાળમાં, ભાવ વડો સંસાર, સુણજો ભવિ દેવાનુપ્રિય હો ભાવ સદા હૈયે ધરો, જિમ પામો ભવજલ પાર
સુધા સાધુજી દે. ૨૧ ભાવાર્થ : જયકુમારની વાણી સાંભળીને ચલનાણી મુનિવર પણ કહેવા લાગ્યા કે હે | રાજન્ ! હે દેવાનુપ્રિય ! તારા પૂર્વભવનો અધિકાર કહું છું તે તું સાવધ થઈને સાભળ. (૧) | તું ગયા ભવમાં ઉત્તર મથુરામાં ગુણધર નામે વણિક પુત્ર હતો અને તાહરે ધર્મિષ્ટ | રમણીય એવી લીલાવતી નામે એક બહેન હતી. (૨)
તે ત્રિવિધ યોગે ત્રણકાલ જિનેશ્વરદેવની હંમેશા પૂજા કરતી હતી. તેમની સંગતિથી | તને પણ જિનપૂજા પ્રત્યે ઉત્તમ ભાવ પ્રગટ થયો. (૩)
તેથી તું પણ તેમની સાથે ઉત્તમ સુરભિ કુસુમથી જાવજીવ સુધી જિનેશ્વરદેવની પૂજા કરી જ કરતો થયો. તે પુણ્યના પ્રતાપે સુરલોકનાં સુખ ભોગવી અને હવે અહિં ઉત્તમ રાજ્યને કી પામ્યો છે. (૪)
આગળ પણ કેટલાંક ભવો સુધી સુરલોકનાં અને મનુષ્યનાં ભાવમાં સુખને અનુભવી | પૂજાથી અનુક્રમે નિશ્ચે તું શાશ્વત સુખને પ્રાપ્ત કરીશ. (૫)
તે પ્રમાણે મુનિવરની વાણી સાંભળીને ફરી જયકુમાર કહેવા લાગ્યો કે, હે મુનિવર ! આપ ગરીબોના બેલી છો, આપ તરણતારણ જહાજ છો. મારા પર મહેરબાની કરીને મારી વિનંતી સાંભળો ! (૬)
જે લીલાવતી મારી બહેન હતી તે જિનપૂજા કરવા થકી કયો ભવ પામી અને વર્તમાનમાં તે કઈ ગતિમાં વસે છે. કૃપા કરીને તેહનો અધિકાર કહો ! (૭)