________________
અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ITIONS તે સાંભળીને મુનિવર કહેવા લાગ્યા કે, હે કુમાર ! સાંભળ. તે લીલાવતીનો જીવ | આયુક્ષયે સુરલોકે ગઈ અને ત્યાં દેવલોકનાં દિવ્યસુખ ભોગવીને વર્તમાનમાં જે તારી દિન પત્નિ “વિનયશ્રી' છે તે ગત ભવની તારી બહેન જાણવી. (૮)
એ પ્રમાણે મુનિનાં વચન સાંભળી તે દંપતિ જાતિસ્મરણ પામ્યાં અને પોતાનાં ગત ભવોને જોયાં તેથી કરજોડીને દંપતિ કહેવા લાગ્યા કે, હે મુનિવર તમે કહેલી વાત સાચી છે. (૯) દિન
- હવે વિનયશ્રી વાચંયમને વંદન કરી વિનંતી કરવા લાગી કે, હે મુનિવર ! આ સંસારને - ધિક્કાર હો ! કેવો સંસાર છે. કેવા કેવા સંબંધો જીવ ભવ નાટકે કરી રહ્યો છે. એક ભવનાં છે દગી અંતરે હે પ્રભુજુઓ ભાઈ મરીને ભરથાર થયો છે. (૧૦)
વળી મને પણ ધિક્કાર હો ! મારા મોહને પણ ધિક્કાર હો ! આ જન્મને પણ ધિક્કાર E હો ! ધિક્કાર હો ! આવા સગપણથી તો લોકમાં પણ મર્યાદા ન રહે ! મને લજ્જા આવે છે ની આ વિષયવિકારને ધિક્કાર હો ! ધિક્કાર હો ! (૧૧)
| એ પ્રમાણે વિનયશ્રી ને દુઃખ ધરતી જોઈને મુનિવર બોલ્યા કે, હે ભદ્ર! તું શા માટે ? કરી દુઃખ ધારણ કરે છે? હે સુંદરી ! સાંભળ. સંસારમાં એ ન્યાય ઘટતો જાય છે. હે દેવાનુપ્રિયે ! . આ તો સંસારની એ રીતની ઘટમાલ છે. આ રીતે કોઈનાથી જીતી શકાતી નથી. (૧૨)
હે સુંદરી ! ક્યારેક પૂર્વભવની માતા મૃત્યુ પામ્યા બાદ આ ભવની પત્નિ બને છે. તો કરી ક્યારેક ભાઈ મરીને ભરતાર બને છે અને ભરતાર કરીને ભાઈ પણ બની શકે છે. તો ક્યાંક ભરતાર પુત્રપણે પણ ઉપજે છે. એમ સંસારમાં સગપણનો કોઈ પાર નથી. (૧૩) E
તે સાંભળીને વિનયશ્રી કહેવા લાગી કે, હે ભગવંત ! આપની વાત સાચી છે. પરંતુ Sિ આ વિષ છે એમ જાણી લીધાં પછી વિષ ખવાય થોડું? ન જ ખવાય ! માટે હે મુનિવર ! |
સંસારને કાપવા દુઃખને હરવા મારે હવે સંયમ લેવો છે. (૧૪) કરી જયકુમાર પણ ઉપર પ્રમાણેનો વ્યતિકર જાણીને કહેવા લાગ્યો કે, આ ભવને ધિક્કાર દિને
ની હો ! કે જે ભવમાં ભમતાં ભગિની કરીને ભારજા થાય છે. આ વ્યવહારને ધિક્કાર હો ! . ક ધિક્કાર હો ! (૧૫)
વળી હે મુનિવર ! હું સંયમ લેવા સમર્થ નથી. તો મને બીજો કોઈ ઉપાય બતાવો કે જેથી મારો આત્મા નિર્મલ બને અને મારું દુષ્કૃત દૂર પલાય. (૧૬)
તે સાંભળીને મુનિ પતિ કહેવા લાગ્યા કે, હે કુમાર જો સંયમલેવા તું સમર્થ નથી તો કે - શ્રાવકના બારવ્રત ઉચ્ચરો ! હે દેવાનુપ્રિય ! અને સાથે સમકિતને પણ શુદ્ધપણે આદરો ને 3 અને આદર સહિત તેનું પાલન કરો ! (૧૭)