________________
2િ ) D
2) શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SS S SS S SS એમ કહીને જયકુમારને સમ્યકત્વનું દાન કરી બાર વ્રત ઉચરાવ્યા અને દેશવિરતી ન ધર્મમાં સ્થિર કર્યો. અને જ્ઞાનનો ભંડાર એવા તે મુનિવરે વિનયશ્રીને સંયમ ગ્રહણ કરાવ્યું. (ધક્ષા આપી) (૧૮)
હવે જયકુમાર ગુરુને નમસ્કાર કરી, વિનયશ્રીને ખમાવી પોતાને સ્થાને ગયો. એ | પ્રમાણે શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને કહી રહ્યા છે કે હે દેવાનુપ્રિયે ! તું મનરંગે
હવે સાંભળ. (૧૯) - વિનયશ્રી સુવ્રતા સાધ્વીની પાસે શુદ્ધ સંયમ પાલી કર્મક્ષય કરી કેવલજ્ઞાન પામી અને | અંતે ઘાતી અઘાતી બંને પ્રકારનાં કર્મનો ક્ષય કરી મોક્ષે ગઈ. આમ પુષ્પપૂજા કરવાનાં Rી પ્રભાવે લીલાવતીનો જીવ વિનયશ્રી ભવસાગરથી પાર ઉતરી. (૨૦)
શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજવીને કહેવા લાગ્યા કે હે રાજન્ ! કુસુમપૂજા પર લીલાવતીનો આ પ્રમાણે અધિકાર પૂર્ણ થયો. તે સાંભળી તમે પણ પુષ્પપૂજા કરવામાં કરી ઉદ્યમવંત બનો. ઉદયરત્નજી મહારાજ સેંતાલીસમી ઢાળમાં કહે છે કે સંસારમાં ભાવનું પવિત્ર
પ્રધાનપણું છે. હે દેવાનુપ્રિય ! તેથી જિનપૂજામાં ભાવ સદા હૈયે ધારણ કરો કે જેથી Bર ભવસમુદ્રથી પાર પામો. ખરેખર જિનપૂજા એ ભવસિંધુ તરવામાં ઉત્તમ નૌકા છે. (૨૧)