________________
SSSSSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
છે કે જે ઢાળ ચૂંબાલીસમી
| દોહા | ભવસાગર ભીષણ ઘણો, ઊંડો જેહ અગાધ; પૂજા પ્રવહણે બેસીયે, તો તરિયે નિરાબાધ. ૧ જિનપૂજા જગતી તલે, ઉત્તમ એક રતન્ન; હાથથકી કિમ હારિયે, કીજે કોડી જતન્ન. ૨ દ્રવ્ય અને ભાવે કરી, જે પૂજે જિનરાય; અલ્પ ભવે નર અવશ્ય તે, પામે મુગતિ પસાય. ૩ દેહરે દીવો જે કરે, ભક્તિ ધરી મનમાં; તે સુરનાં સુખ ભોગવી, પામે શિવપુર થાય. ૪ જિમ જિનમતિને ધનસિરી, દીપક પુણ્ય હોય; અમરગતિ સુખ અનુભવી, શિવપુર પહોતી સોચ. ૫ વિજયચંદ્ર કહે કેવલી, સુણ રાજન ગુણવંત;
પંચમી પૂજા ઉપરે, કહું તેહનો દ્રષ્ટાંત. ૬ ભાવાર્થ ભવસાગર ભીષણ છે. અગાધ ઊંડો છે. જો આ ભવસાગર તરવા પૂજારૂપી પ્રવહણમાં બેસીયે તો નિરાબાદપણે અગાધ એવો પણ ભવસમુદ્ર સુખે તરી શકાય છે. (૧)
પૃથ્વીતલને વિષે જિનપૂજા ઉત્તમ એક રત્ન છે. તેને હાથમાં આવ્યા પછી શા માટે ગુમાવીયે. હે ભવ્યો ! તેનું ક્રોડ ઉપાય પણ જતન કરો. (૨)
વળી હે ભવ્યજનો ! દ્રવ્ય અને ભાવે કરીને જે જીવ જિનેશ્વરદેવની પૂજા કરે છે તે નર અવશ્યપણે અલ્પ ભવમાં મુક્તિ સુખને પ્રાપ્ત કરે છે. (૩)
વળી જિનમંદિરે જે દીવો મનમાં ભક્તિભાવથી કરે છે તે નર સુરનાં સુખ ભોગવી અંતે શિવસ્થાનને પ્રાપ્ત કરે છે. (૪)
જેમ દીપકપૂજાનાં પુણ્યથી જિનમતિ અને ધનસિરી અમરગતિનાં સુખ અનુભવી શિવપુરે પહોંચ્યા. (૫)
શ્રી વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજવીને કહી રહ્યા છે કે હે ગુણવંત્! સાંભળ. જિનમતિ દિ અને ધનસિરીની જેમ તમે પણ દીપકપૂજા કરી તમારા આત્માને તારો. હવે પાંચમી દીપકપૂજા
ઉપર તેહનું દ્રષ્ટાંત કહું છું તે સાવધાન થઈને સાંભળો. (૬)
:
જય
અ-૧૬