________________
S
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ હવે સુરકુલની મર્યાદા પ્રમાણે લીલાવતી ત્યાં જ લાજ-મર્યાદાને ધારણ કરે છે અને તે | પોતાના કુલની મોટાઈ વધારવા વડિલોનો વિનય પણ સાચવે છે. (૧૨)
કોઈ એકવખત લીલાવતીની શોક્ય શ્રી જિનેશ્વરદેવની પુષ્પથી પૂજા કરી તેમાં જેની અમૂલ્ય પરિમલ મહેંકી રહી છે એવા ફૂલનો હાર ગુંથી શ્રી જિનેશ્વરદેવના કંઠે ઠવ્યો. (૧૩)
હવે શોધે જે પૂજા કરી તે દેખીને લીલાવતીને મિથ્યાત્વના યોગથી મનમાં ઈર્ષાભાવ થયો. (૧૪) - તે લીલાવતી અજ્ઞાનતાથી હાલ ઘેરાયેલી છે અને ધર્માધર્મને નહિ જાણતી તે શક્ય પ્રત્યેના દ્વેષના કારણે કડવાં કર્મને બાંધશે ! (૧૫) - હવે લીલાવતી પોતાની દાસી એવી પલ્લવીને બોલાવી ક્રોધપૂર્વક કહેવા લાગી કે, હે પલ્લવી ! પ્રભુકંઠે જે ફૂલમાલા છે તે તું લઈને વાડામાં જઈને નાંખી દે. (૧૬)
એ પ્રમાણેના વચન સાંભળી દાસી જ્યાં જિનેશ્વર ભગવાનની સન્મુખ આવી ત્યાં તેણે ની ફૂલની માળાની જગ્યાએ મોટો મણિધર સર્પ દેખ્યો તેથી દાસી ડરવા લાગી. (૧૭)
તેથી લીલાવતીએ બે ચાર વખત કહ્યું પણ દાસી તે લેવા હિંમત કરતી નથી. ખરેખર તે - ભુજંગ પર પોતાનો હાથ નાંખીને કોણ મૃત્યુને નોતરું આપે? (૧૮) દિ તેથી હવે લીલાવતી પોતે જાતે ઉઠી અને પ્રભુકંઠે જે માળા હતી તે પોતાના હાથે જ
લઈ લીધી અને હવે જ્યાં તે એકાંતમાં નાંખવા ગઈ ત્યાં તે માળારૂપી સર્પ તેના હાથે $ વળગી રહ્યો. (૧૯)
દેવપ્રભાવે તે હારનો સર્પ મહાભયંકર ચંડાલ જેવો થયો અને હાથથી છુટો પડતો નથી , ની પણ લીલાવતીના ભજદંડને વીંટળાઈને રહ્યો. (૨૦)
તેથી લીલાવતી મોટેથી બુબાર કરવા લાગી. તે સાંભળીને સઘળું પુરલોક અને કે શિવ સ્વજન સંબંધી આદિ નર-નારીના ટોળાં થોકબંધ ત્યાં આવવા લાગ્યાં. (૨૧)
તેથી લીલાવતી મનમાં ઘણું લાજવા લાગી. લોકોને બધો ખ્યાલ આવી રહ્યો છે. અનેક ઉપાય કર્યા બાદ પણ તે સર્પ લીલાવતીનો હાથ છોડતો નથી. (૨૨)
લીલાવતીની શોક્ય જિનમતિ શુદ્ધ શ્રાવિકા છે અને નિચે ગાઢ સમકિતની ધારક છે વળી મદ મત્સર આદિ અવગુણો જેનામાં લવલેશ નથી. (૨૩)
વળી તે જિનમતિ જિનેશ્વરદેવની ત્રિકાલ પૂજા કરે છે. બે ટાઈમ પ્રતિક્રમણ કરે છે. - મિથ્યાત્વીના મંડલમાં તે જિનમતિ ખરેખર જિનધર્મીઓમાં શિરોમણી છે. (૨૪)