________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
જિનમતિનો જસ વિસ્તર્યો, લોક ગયા નિજગેહ. રાજનજી, ઉદયરત્ન કહે સાંભળી, ઢાળ સાડત્રીસમી એહ. રાજનજી.
સાંભળ તું મનરંગ. સાંભળ૦ ૨૮ ભાવાર્થ : શ્રી વિજયચંદ્ર કેવલી કહી રહ્યા છે કે, હે હરિચંદ્ર રાજન્ ! સાંભળ. દક્ષિણ ભરતમાં ઉત્તરમથુરા નામે નગરી છે. તે નગરીને વિષે વિજયશેઠ નામે એક વ્યવહા૨ીયો વસે છે. (૧)
SZSZN
તે શેઠને રૂપવતી એવી શ્રીમાલા નામની પત્નિ છે અને તેને લલિત-કલા અને ગુણના સ્થાનરૂપ એક લીલાવતી નામે પુત્રી છે. (૨)
તે લીલાવતીને ગુણધર નામે સ્વભાવથી ઉદાર એવો નાનો ભાઈ છે અને તે ભાઈ - બહેન બે જણાં તેમના ઘરનો શણગાર છે. (૩)
જેમ ઉજ્જવલ પક્ષમાં ચંદ્ર, ઉત્તમ મનુષ્યોના પરસ્પર સ્નેહ અને બગીચામાં જેમ ચંપકનું વૃક્ષ વૃદ્ધિ પામે છે તેમ આ બંને ભાઈ - બહેન પણ વૃદ્ધિ પામે છે. (૪)
હવે દક્ષિણ ભરતમાં દક્ષિણમથુરા નામની નગરી છે અને ત્યાં ગુણના સ્થાનરૂપે ‘મકરધ્વજ’ નામનો એક વ્યવહા૨ી વસે છે. (૫)
તે મક૨ધ્વજ શેઠને વિનયદત્ત નામે સુંદર એક પુત્ર છે. તે વિવેકી પણ છે અને એક વખત તે વિનયદત્ત અનેક વસ્તુ સાથે લઈ વ્યાપારાર્થે ઉત્ત૨મથુરામાં આવ્યો છે. (૬)
હવે વિનયદત્ત લીલાવતીને દેખીને તેના પ્રત્યે મોહિત થયો અને લીલાવતીના માતાપિતાએ તે વ્યતિકર જાણીને અને વિનયદત્ત ઘણો ગુણભંડારી છે એમ દેખી લીલાવતીને તેની સાથે પરણાવે છે. (૭)
વિજયશેઠ પોતાની પુત્રીને વિનયદત્ત સાથે પરણાવે છે અને કરમોચન વખતે તેને કનકના અને રત્નના ભંડાર ભરીને આપે છે. (૮)
અને લીલાવતીને પલ્લવી નામની એક દાસી સાથે આપે છે. હવે કેટલાક દિવસ ત્યાં રહ્યાં પછી વિનયદત્ત પોતાને સ્થાને જવા માટે શીખ માગે છે. (૯)
તે વારે માતા-પિતા મળીને શીખ આપે છે અને લીલાવતી દાસીને સાથે લઈ અને પોતાના સ્વામી આદિ પરિવારે પરિવરેલી તે જવા માટે તૈયારી કરે છે. (૧૦)
અને વિનયદત્ત પણ સપરિવારે પરવર્યો છતો પોતાની વનિતા લીલાવતીને સાથે લઈ પોતાની નગરીએ પહોંચ્યો અને પૂર્વકૃત પુણ્યના પ્રભાવે તેની સાથે પંચવિષયસુખને ભોગવે છે. (૧૧)
(૨૧૩૦