________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
કાં તો વિષ્ણુશ્રી વર વરવામાં ભૂલી પડી ગઈ હશે ? અગર તો શું એને કોઈ ભૂતનો વળગાડ થયો છે ? શું થયું સમજાતું નથી. પરંતુ રાજકુંવરીએ જે કર્યું છે તે યોગ્ય થયું નથી. એ પ્રમાણે વિચાર કરતા બધાં જ રાજાઓ ક્રોધથી યમદૂત જેવા થયેલા તેઓ - (૫)
સુરસેન રાજા પર રોષ ધારણ કરતા સર્વે રાજાઓ કહેવા લાગ્યા કે, જો સુરસેન રાજાને પહેલેથી હાલિક નર વ્હાલો હતો તો આટલા ગામોગામના રાજવીને આમંત્રણ આપી બોલાવ્યા શા માટે ? (૬)
હવે આપણે હાલિકને અને વિષ્ણુશ્રીના પિતાને મારી નાંખી બાલિકાને આપણે હસ્તક કરીએ. અને ફરીથી તે બાળા પોતાની ઈચ્છાનુસાર રાજાને પસંદ કરે અને ફરીથી યોગ્ય રાજાને કંઠે વ૨માલા નાંખે એમ દરેક રાજાઓ વિચાર કરી રહ્યા છે. (૭)
(પ્રભુ પાસનું મુખડું જોવા - એ દેશી)
ચંડસિંહ નામે એક રાય, તે બોલ્યો તેણે ઠાય; મૂરખપણે વર્ષોં હાલિ, એ પોતે વરાંશી બાલી. જનકો નથી જોતા દોષ, પ્રીછીને કીજે રોષ; તે માટે દૂત ઉલ્લાસે, મોકલીયે રાયની પાસે; જિમ પડે સદાળી સૂઝ, જાણી લઈએ વાતનું ગુઝ. ઈમ જાણી દૂત પઠાયો, સૂરસેન પાસે તે આવ્યો, આવીને કહે ઈમ વાણી, સુણ રાજન તું ગુણખાણી. ૩ વર વરતા ભૂલી બાલા, હળી કંઠે ઠવી વરમાલા, નરપતિ સદાળા રીસાણા, મનમાંહિ રોષ ભરાણા. ४ સાંભળો એક વાત ભલેરી, વર વરે કન્યા જો ફેરી, તો સુધરે સદાળી વાત, નહિ તો થાશે ઉત્પાત. દેશ દેશના મહિપતિ મળિયા, એક એકથી છે મહાબળિયા, તે આગે હળી કુણ લેખે, વિચારી જુઓ સુવિશેષે. ૬
.
તે માટે તુમે ઈહાં આવો, ઘણા સાથે વૈર ન કીજે, ઈમ સુણી કહે તામ નરેશ, કન્યાએ વર્ષે વર જોઈ,
સહુને પાય લાગી મનાવો, આગમનો અરથ એ લીજે. નથી વાંક મારો લવલેશ, પ્રમાણ કર્યાં અમે સોઈ.
૨૮૪
૧
૫
6
.