________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ ત્રેપનમી
॥ દોહા ।।
માત-પિતા નિજ ભ્રાત તવ, હળી વર્ષો લહી વાત; સહુ નીચું જોઈ રહ્યા, જાણે થયો વજ્રઘાત. ૧ વસુધાપતિ વિલખા થયા, જિમ સિંહ ચૂક્યો ફાળ; રૂઠ્યા સઘળા રાજવી, ક્રોધે થયા વિકરાળ, ૨ મોટા મહિપતિ મૂકીને, હાલિ વ હિત આણ; માંહોમાંહે ઈમ વદે, રોષાતુર મહારાણ, કે વિધિ રૂઠ્યો એહને, કે એ મૂરખ બાલ; કે એહને ગ્રહ વાંકડા, કે એ લખ્યો કપાલ. ૪
3
કે ભૂલી બાલિકા, કે કોઈ લાગ્યો ભૂત;
અસમંજસ દેખી દાણું, રાય થયા યમદૂત. ૫ સુરસેન રાય ઉપરે, કોપી કહે સહુ એમ; હાલિક જો વાહલો હતો, તો નૃપ તેડાવ્યા કેમ. ૬ હાલિક ને પિતુને હણી, લીજે આપણે બાલ; વરમાળા ફેરી ઠવે, ઈમ ચિંતે ભૂપાલ. ૭ ભાવાર્થ : વિષ્ણુશ્રી એ હાલિક નરના કંઠે વરમાલા આરોપણ કરી છે. એ પ્રમાણેના સમાચાર મળતાં વિષ્ણુશ્રીના માતા તથા પિતા સુરસેનરાજા અને તેનો ભાઈ વિગેરે શ૨મીંદા બની ગયા. જાણે મોટો વજ્રાઘાત થયો. (૧)
અને દેશોદેશથી આવેલા સઘળા રાજાઓ ઉદાશ થયા. જેમ સિંહ પોતાના ભક્ષ્ય ૫૨ તરાપ મારે છે અને તે ગફલતમાં ચૂકી જાય છે, તેમ સઘળા રાજા વિષ્ણુશ્રી ન મલવાથી નિરાશ થયા અને રોષે ભરાયેલા તે સઘળા રાજા ક્રોધથી લાલચોળ થયા અને તેથી સઘળા રાજાનું રૂપ વિકરાલ દેખાવા લાગ્યું. (૨)
હવે ક્રોધાતુર થયેલા મહારાજાઓ પરસ્પર બોલવા લાગ્યા કે, મોટા મોટા ન૨૫તિને છોડીને વિષ્ણુશ્રી આ હાલિક નરને કઈ હિતની બુદ્ધિથી વ૨ી છે ? (૩)
લાગે છે આ બાળા મૂર્ખ શિરોમણી છે. અગર એના લલાટે એવું જ લખાયેલું હશે ! કે શું એના ગ્રહ અવળા હશે ? કે પછી એનું ભાગ્ય એના ૫૨ રોષાયમાન થયું હશે ? (૪)
૨૮૩