________________
SS) STD 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 અને સ્ત્રીઓ ધવલ મંગલ ગીતો ગાઈ રહી છે. ઝીણા કંઠે એવા સુંદર ગીતો ગાય છે, જાણે છે ની કોયલ ટહુકી રહી ન હોય. મોટા જંગી ઢોલો ઢમઢમ વાગી રહ્યા છે. ભેરીનાં ભણણણ ભણ દિન
ભણકારા થઈ રહ્યા છે અને એવા વિવિધ વાજિંત્રોના નાદે ઘણાં લોકો એઠાં થયા છે, તે . સમયે સ્વયંવર મંડપમાં હર્ષિત ચિત્તવાળી પ્રસન્નવદના એવી વિષ્ણુશી આવીને ઉભી છે. (૧૦) *
તે મંડપને વિષે રાજાની મંડલી બેઠેલી છે. ભાટચારણ અને બંદીજનો પોતપોતાના જ રાજાઓની બિરૂદાવલી બોલી રહ્યા છે અને નવરંગ નૃત્ય મંડલી નવા નવા નૃત્ય કરી રહી છે | છે, તે અવનવા કૌતુકને જોતો હાલિક પણ ખેતર ખેડવાનું હળ સાથે લઈ મંડપને વિષે છે | આવીને ઉભો છે. (૧૧)
અને વિષ્ણુશ્રી કરમાં વરમાલા ગ્રહણ કરી દાસીને આગળ કરી રાજાઓના રૂપને દિને આ નિહાળી રહી છે. તે સમયે વિષ્ણુશ્રી જેમ ઈદ્ર સભામાં ઈદ્રાણીથી પરિવરેલો ઈદ્ર શોભે છે | તેમ સખીવૃંદમાં તે રાજસુતા શોભી રહી છે. દીપી રહી છે. (૧૨)
હવે દાસી દરેક રાજાઓના દેશ - નગર – તેઓની ઋદ્ધિ પરિવાર માન રૂપ ગુણ | આદિ રાજાની વંશાવલી આનંદ સાથે વિષ્ણુશ્રીને કહી રહી છે. પરંતુ રાજસુતા વિષ્ણુશ્રીને મન કોઈ જ નરપતિ વસતો નથી. કોઈની સાથે તેનું મન માનતું નથી, તેવામાં હાલિકને ઉભેલો જોયો અને હાલિક નરને જોતાં જ વિષ્ણુશ્રીની રોમરાજી વિકસ્વર થઈ અને શરીર પણ ઉલ્લસિત થયું. અંગેઅંગમાં આનંદ વ્યાપી ગયો. (૧૩)
આ તરફ હાલિકને દેવે આપેલા વચન પ્રમાણે હાલિકને દેવે સહાય કરી અને દેવના સાનિધ્યથી વિષ્ણુશ્રીએ પણ હાલિકના કંઠે વરમાળા સ્થાપન કરી. એ પ્રમાણે અમૃતથી પણ મીઠી બાવનમી ઢાળ કવિ ઉદયરત્નવિજયજી મહારાજે કહી છે તો તે શ્રોતાજનો ! ઉલ્લાસપૂર્વક સાંભળો. (૧૪)