________________
ETV GST | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
() ને યોગ્ય રાજકુમારની શોધ કરવા રાજા દૂતને મોકલે છે. પણ હજુ સુધી કોઈ રાજકુમાર પસંદ | ન પડ્યો નથી. (૨)
હવે સુરસેન રાજા વિષ્ણુશ્રીને યોગ્ય રાજાની પ્રાપ્તિ થાય તે માટે સ્વયંવર મંડપ કરાવે | છે અને તે સ્વયંવર મંડપ કેવો છે તે કહેતાં કવિ કહે છે કે, તે મંડપમાં ચારે બાજુ અનેક | આ પ્રકારના ચિત્રો દોરાવ્યા છે. સુવર્ણના મણિમય તંભ અને સુંદર તેનાં શોભતાં પગથીયા છે. તે મંડપ સુંદર શોભી રહ્યો છે અને તેની મનોહર માંગણી કરેલી છે. (૩)
વળી તે મંડપ ક્ષેમપુરીની નજીક જેની કોઈ ઉપમા આપી શકાતી નથી તેવો સુંદર છે Sી શોભતો તે મંડપ દેવવિમાનને પણ જીતે તેવો છે. અર્થાત્ આ સ્વયંવર મંડપ એવો રમ્ય છે ;
કે જેની આગળ દેવવિમાન પણ ઝાંખો પડે છે. સોવન મણિમય થંભે થંભે આશ્ચર્યકારક આ પૂતળીઓ શોભી રહી છે અને તે પૂતળીઓ નમીને લળી લળી નૃત્ય કરી રહી છે. (૪)
વળી તે રાજાએ દેશદેશથી આમંત્રિત કરેલ રાજાઓને તથા રાજકુમારોને બેસવા માટે તેની ઊંચા અને રમણીય આસનો મંડાવ્યા છે અને તેથી અદ્દભૂત ઊંચો મંડપ જાણે સાક્ષાત્ Bદેવવિમાન લાગે છે. આવો નિરૂપમ મંડપ બંધાવ્યો છે અને હવે અનેક દેશના મહોશૂરવીર શી રાજાઓ આનંદભેર ક્ષેમપુરીનગરીને વિષે વિષ્ણુશ્રીને વરવા માટે ભેગાં થયા છે. (૫)
તે રાજાઓ એક એકથી ચઢીયાતા રૂપવાળા તેજસ્વી ચામર વિંઝાતે છતે અને છત્ર ની ધારણ કરે છતે સભામાં શોભતા પોત-પોતાના નામથી અંકિત સિંહાસન પર બેઠેલા, વળી મિ | આભૂષણોથી અલંકૃત થયેલા તે રાજાઓ જાણે સાક્ષાત્ ઈન્દ્રનો સમૂહ મલ્યો ન હોય તેવા | શોભી રહ્યા છે. (૬)
ત્યારે ક્ષેમપુરીના રાજવી સુરસેન તે દરેક રાજાઓની સન્માનપૂર્વક, આદરપૂર્વક સ્નાન વિલેપન ભોજનાદિ વડે અપૂર્વ ભક્તિ કરે છે અને દેશ-દેશથી આવેલા તે રાજાઓ સુરસેન મહિપતિએ કરેલ આદર સન્માન અને ભક્તિને જોઈને ખૂબ જ આનંદ પામે છે અને હવે ચિત્રપટ્ટમાં આલેખાયેલી તે વિષ્ણુશ્રીના મુખારવિંદને જોવા માટે સર્વે રાજાઓ અધીરા 5 ની બની રહ્યા છે. અર્થાત્ વિષ્ણુશ્રીને જોવા અને વરવા માટે તલપાપડ બની રહ્યા છે. (૭)
ત્યારે માંગલિક વાજિંત્રો વાગતે છતે સુરસેન રાજાની આજ્ઞા પ્રાપ્ત કરીને પરિચારિકાને | સાથે લઈને સુંદર સોળ પ્રકારના શૃંગાર સજીને રાજાની પુત્રી વિષ્ણુશ્રી શ્રેષ્ઠ વરમાલા કરકમલને વિષે ધારણ કરી શિબિકામાં આરૂઢ થઈ સ્વયંવર મંડપને વિષે આવી. (૮)
તે સમયે વાજિંત્રોનો અખંડ અવાજ ગગન મંડલને ગજાવવા લાગ્યો. જાણે શબ્દરૂપી ની કોઈ દૂત દેવલોક સ્વયંવર મંડપમાં વિષ્ણુશ્રીને વરવાનું આમંત્રણ આપી ઈન્દ્રને લેવા માટે
જઈ રહ્યો ન હોય ! તેમ નભમંડલ અવનવા વાજિંત્રોના ઘોષથી (નાદ) ગાજી રહ્યો છે. (૯)