________________
SZSZSZN
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
ઢાળ સાઈઠમી
|| દોહા ।।
સુંદર હોય સ્વરૂપ, સૂડા અને સૂડી તણું; આલેખાવ્યાં અનૂપ, ચિત્રપટે ચિત્ત ચોરવા. ૧ ચિત્ર લેઈ તે ચંગ, પરિકર સાથે પરિવર્યાં; રાજપુરે મનરંગ, કુમર ગયો તે કૌતકી. ૨ સ્વયંવર મંડપે સોય, તુરત ગયો ફળસાર તવ; સિંહાસને સહુ કોય, મહિપતિ જિહાં બેઠા મળી. ૩ અવનીપતિની ઓલિ, બેઠો જઈ તે મહાબળી; કાયા કુંકુમ રોળી, આભરણે ઓપે વળી, ૪ સોળ સજી શણગાર, રાજસુતા રંગે કરી; વર વરવા તેણીવાર, મંડપ આવી મનરલી. ૫
ભાવાર્થ : હવે ફળસારકુમારનો પૂર્વભવનો સ્નેહી દેવ પૂર્વભવોની વાતો કરી પોતાના દેવલોકે ગયો અને આ તરફ રાજકુમાર ફળસાર રાજપુર જવા ઉત્સાહિત થયો છે. તેથી દેવના વચન પ્રમાણે ચંદ્રલેખાના ચિત્તને ચોરવા શુક-યુગલનું સુંદર ચિત્ર ચિત્રપટ્ટમાં આલેખાવ્યું (૧)
અને સુંદર એવું તે ચિત્રપટ્ટ સાથે લઈ રાજ્ય પરિવારથી પરિવર્ષો થકો, કૌતુકી એવો ફળસારકુમાર મનના આનંદ સાથે રાજપુરનગરે પહોંચ્યો. (૨)
અને તરત જ ફળસાર રાજકુમા૨ જ્યાં સિંહાસનને વિષે સર્વે નરપતિઓ એકત્ર થઈને બેઠાં છે ત્યાં સ્વયંવર મંડપને વિષે આવ્યો. (૩)
જેની કાયા જાણે કંકુથી રંગાયેલી ન હોય એવા વર્ણવાળી છે તેમજ વિવિધ પ્રકારના આભરણોને ધારણ કર્યા છે અને તેથી અત્યંત દેદીપ્યમાન અને મહાપરાક્રમી એવો ફળસાર રાજકુમાર જ્યાં નરપતિઓની શ્રેણિ બેઠેલી ત્યાં જઈને બેઠો. (૪)
તે સમયે જ પોતાને યોગ્ય પ્રિયતમને વરવાના ઉદ્દેશથી આનંદિત થયેલી ચંદ્રલેખા સોલ શણગાર સજી પ્રમોદિત થયેલી તે સ્વયંવર મંડપને વિષે આવી. (૫)
૩૨૨)