________________
: - શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ : તે ચંદ્રલેખાને વરવાની પ્રબળ ઈચ્છાથી, મનના હર્ષ સાથે તે સ્વયંવર મંડપને વિષે આવી રહ્યા છે. (૯)
તેથી હવે તમે એક કાર્ય કરો કે એક ચિત્રપટ્ટને વિષે સુંદર આકારે આંબાના વૃક્ષની - ડાળ પર રહેતાં એવા શુક-યુગલને આલેખીને ચંદ્રલેખાની સન્મુખ ધરજો, તેથી તે ચિત્રપટ્ટ જોઈ ચંદ્રલેખા તારા પર મોહિત થશે. (૧૦)
અને મોહ પામેલી એવી તે ચંદ્રલેખાને ચિત્રપટ્ટ જોઈને ઈહાપોહ કરતાં જાતિસ્મરણ | જ્ઞાન થશે અને પૂર્વભવના સંબંધથી તારી સાથે સ્નેહ થશે અને તે સ્નેહપૂર્વક તને વરશે અને પૂર્વભવના સ્નેહે તારી પ્રીતને જીવનભર પાળશે. (૧૧)
એ પ્રમાણેના દેવનાં વચનો સાંભળી “ફળસાર રાજકુમાર'ને પૂર્વભવની પ્રીતિ થઈ અને આંખે અશ્રુધારા વહેવા લાગી. ચંદ્રલેખાને મળવાં હવે મન અધીરૂ બન્યું અને આનંદ પણ થયો. (૧૨)
ફળસારકુમારને પૂર્વભવની વાતો જણાવી દેવ પોતાને સ્થાને ગયો અને હવે ફળસાર કુમારનું મન રાજપુરનગર જવા માટે થનગની રહ્યું છે. તે સૌભાગ્યવંતા શ્રોતાજનો ધ્યાનપૂર્વક સાંભળો. (૧૩)
કવિ ઉદયરત્નવિજયજી મહારાજ ઓગણસાઠમી ઢાળમાં સ્નેહપૂર્વક ભવ્યજનોને તારવાની બુદ્ધિથી કહે છે કે, હે ભવ્યો ! દુર્ગતિ અને દુઃખને ટાળનાર એવી પરમાત્માની પૂજા મનરંગે કરો. (૧૪)
ખરેખર પરમાત્માની પૂજા દુઃખ, દૌર્ભાગ્યને ટાળી સુખ સૌભાગ્યને આપે છે. શ્રી અરનાથ ભગવાનના સ્તવનમાં વાચક યશોવિજયજી મહારાજ કહે છે -
જિન ભક્ત જે હોવે રાતા, પામે પરભવ સાતા, પ્રભુ પૂજાએ આળસુ થાતા, તે દુઃખિયા પરભવ જાતા, પ્રભુ સહાયથી પાતિક ધ્રુજે, સારી શુભમતિ સૂઝ,
તે દેખી ભવિયણ પ્રતિબુઝે, વળી કર્મરોગ સવિ રૂઝે. મારા સાહિબ શ્રી અરનાથ જિનેશ્વરની ભક્તિમાં જે લીન બને છે, તે બીજા ભવમાં છે સુખ સૌભાગ્ય અને ઋદ્ધિ-સમૃદ્ધિથી સાતા પામે છે પણ પ્રભુની પૂજા કરવામાં જે આળસ જિ કરે છે તે બીજા ભવમાં દુઃખી થાય છે. એટલું જ નહિ. પરમાત્માની ભક્તિ અને સહાયથી .
અસંખ્યભવોના પાતિક (પાપો) ધ્રુજી ઉઠે છે યાને નાશ પામે છે. પરમાત્માનો આવો વિ શી, ચમત્કાર દેખી ભવ્યજીવો પ્રતિબોધ પામે છે અને કર્મરૂપી રોગ નાબુદ થાય છે માટે તે કી શ્રોતાજનો ! પરમાત્માની પૂજા ભક્તિમાં પ્રમાદ કરશો નહિ.
ઈતિ પમી ઢાળ સંપૂર્ણ
અ -૨૧