SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ નો (સમકિત દ્વાર ગભારે પેસતાંજી - એ દેશી) ચિત્રપટ્ટ દેખી શુકના રૂપનો રે, અતિસુખ પામી રાજકુમારી રે. તવ તેહને મોહ લાગ્યો મનડાંમાંહી રે. યુગલ એ દીઠું મેં પૂરવે રે, ચિત્તમાંહિ ચિંતે વારોવારરે. તવ૦ ૧ જાતિસ્મરણ તેહને ઉપનું રે, ઉહાપોહ થકી અભિરામ રે; ગતભવ દેખી કુમરી આપણો રે, હૃદય વિચારે તામ રે, તવ૦ ૨ શુકનો જીવ તિહાંથી તે ચવી રે, એ ઈહાં થયો રાજકુમાર રે; સૂડી મરી તે હું ઈહાં ઉપની રે, એ મુજ પૂરવનો ભરતાર રે. તવ૦૩ તૃપ્તિ ન પામી જોતાં ચિત્રામણે રે, લોચન રહ્યાં તિહાં લોભાય રે; અનિમેષ ચંદ ચકોરની પરે રે, જનક પૂછે તેહને તેણે સમે રે, કીર દૃષ્ટિ લાગી રહી તાહરી રે, સૂડી હુંતી હું પહેલાં સુણો તાતજી રે, એહ કુમર હું તો શુક રૂપરે; ફલપૂજાને પુણ્ય પામ્યાં ઈહાં રે, માનવભવ એક અનૂપ રે. તવ૦૬ ઈમ કહીને પૂરવના નેહથી રે, વરમાલા તેણે મનરંગ રે; ફળસાર કુમર તણે કંઠે ઠવી રે, સહુને થયો ઉચ્છરંગ રે. તવ૦ મહિપતિ ભાંખે સઘળા મોદે કરી રે, સરખી મળી એ બેહુની જોડી રે; રાજમરાલ સાથે હંસી મળી રે, તિહાં કોઈ ન કાઢે ખોડી રે. તવ૦ ૮ નયણે નયણ મેલી જોતાં થકાં રે, મહાસુખ પામ્યાં બે મન્નરે; જે સુખ પામ્યાં માંહોમાંહિ બે જણાં રે, ન મળે તે સુરને ભવન્ન રે. તવ૦ ૯ સહુ નૃપની સાથે તિહાં સહી રે, સમરકેતુ ભૂપાળ રે; ઉત્સવ કરી ઉલટે ફળસારને રે, પરણાવી નિજ બાળ રે.તવ૦ ૧૦ સરસ સંબંધ એ ઢાળ સાઠમી રે, ઉદયરત્ન કહે ચંગ રે; નરભવ પામી ભવિયાં દોહિલો રે, શ્રી જિનપૂજો મનરંગ રે.તવ૦ ૧૧ ભાવાર્થ : હવે વર વરવાના ઉમંગથી જ્યાં ચંદ્રલેખા સોલ શણગાર સજી સ્વયંવર મંડપમાં આવે છે ત્યાં પોપટના રૂપનું ચિત્રપટ્ટ જોઈને રાજકુમારી અત્યંત સુખ પામી અને ૩૨૩ ફરી ફરી જુએ તેણીવાર રે. તવ૦ ૪ સુણ તું પુત્રી શુભ રીતિ રે; કહો એ કિહાંની છે પ્રીત રે. તવ૦૫
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy