________________
S TO શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસSTD TO 3 Eી ચિત્રપટ્ટ જોતાં જ તે મનથી મોહ પામતી વારંવાર વિચારવા લાગી કે, આવું શુક-યુગલ મેં , | પૂર્વે ક્યાંક જોયું છે. (૧)
એ પ્રમાણે વિચાર કરતાં ઉહાપોહ કરતા ચંદ્રલેખાને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું અને ગયો ભવ પોતાનો જાણીને હૃદયથી તે વિચાર કરવા લાગી કે – (૨)
પોપટનો જીવ જે મારો પૂર્વભવનો પ્રિયતમ છે તે ત્યાંથી મરીને અહિં રાજકુમાર તરીકે * જન્મ પામ્યો છે અને સૂડી જે હતી તે મરીને હું અહિં રાજકુમારી સ્વરૂપે જન્મ પામી . કરી છું. (૩)
- હવે તે ચંદ્રલેખા શુક-યુગલના ચિત્રપટ્ટને જોતાં સંતોષ પામી શકતી નથી પણ તેનાં નેત્રો જેમ જેમ જોવે તેમ તેમ લોભાય રહ્યા છે. આંખનો પલકારો કર્યા વિના યાને અનિમેષ . નયને તે ચિત્રપટ્ટને નિહાળી રહી છે જેમ ચંદ્ર અને ચકોરને પ્રીત છે. ચકોર પણ ચંદ્રને
રાત-દિન ઝંખે તેમ ચંદ્રલેખા વારંવાર ચિત્રપટ્ટને જોયા કરે છે ની વિવેચનઃ જેમ ચકોર નામના પક્ષીને ચંદ્રમા સાથે પ્રીતિ છે. અવિહડ સ્નેહ છે. ચંદ્રનો
વિરહ એક ક્ષણ પણ સહી શકતું નથી જ્યારે ચંદ્રનો ઉદય થાય છે ત્યારે ચકોર પક્ષી પણ પોતાની ડોક ઊંચી કરી અનિમેષ નયને ચંદ્રને જોયા કરે છે. જેમ જેમ ચંદ્ર ફરે તેમ તેમ તે
પોતાની ડોકને ફેરવે છે અને આનંદિત થાય છે જ્યાં ચંદ્ર અસ્ત થવાની તૈયારી થાય છે ત્યાં
ચકોર પક્ષી શોક સમુદ્રમાં ડૂબી જાય છે. અને ચંદ્ર પાછળ પોતાના પ્રાણ પણ ન્યોછાવર 63 કરવા તત્પર બને છે. તેમ ચંદ્રલેખા પણ પોતાના ગતભવના ભરતારને જોવામાં એકતાન ભરી બને છે.
તે સમયે સમરકેતુ રાજા પોતાની પુત્રી ચંદ્રલેખાને અનિમેષ નયને ચિત્રપટ્ટને નિહાળી કરી રહેલી જાણીને રાજકન્યાના પિતા એવા સમરકેતુ રાજા ચંદ્રલેખાને પૂછવા લાગ્યા કે, હે સ વત્સ ! શુક-યુગલરૂપે રહેલા પોપટને જોવામાં તારા નયનો સ્થિર બન્યા છે તો તારે પોપટ ને સાથે કયાંની અને કયા ભવની પ્રીતિ છે ? તે મને જણાવ. (૫)
( પિતાના વચનો સાંભળીને રાજકુમારી ચંદ્રલેખા કહેવા લાગી કે, હે પિતાજી ! સાંભળો. છે. ગતભવમાં અહિં જે ફળસાર કુમાર આવ્યા છે તે પોપટ રૂપે હતા અને હું તેની પ્રિયતમા છે
સૂડી રૂપે હતી. ગતભવમાં પરમાત્માની સન્મુખ ફલપૂજા કરી હતી. તે ફલપૂજાના પુણ્ય ન દસ પ્રતાપે અમે બંને આ ભવમાં અનૂપમ માનવજન્મને પામ્યા છીએ. (૬)
એ પ્રમાણે પિતાને પૂર્વભવની વાત જણાવીને ચંદ્રલેખાએ પૂર્વભવના સ્નેહથી, મનનાં ની આનંદ સાથે ફળસાર કુમારના કંઠે વરમાલા નાંખી. તે જોઈને પ્રત્યેક દેશોથી આવેલા રાજાઓ - રાજકુમારો અને સમગ્ર રાજપરિવાર આનંદ પામ્યો. (૭)
.
૩૨૪