SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ S SSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) ઢાળ પચાસમી | દોહા .. શિવસુખદાયક શિવગતિ, શિવપુરી જેહનો વાસ; ત્રિવિધ પૂજે તેહને, સુરપતિ સેવે જાસ. ૧ સમકિત આંબો સિંચવા, જિનપૂજા જલનીક; સીંચી પુણ્ય ઉધાનને, આપે ફળ રમણિક. ૨ ભવદવ દહન નિવારવા, જલદ ઘટા સમ જેહ; જિનપૂજા જુગતે કરી, ત્રિવિધ કીજે તેહ. ૩ પૂજા કુગતિની અર્ગલા, પુણ્ય સરોવર પાળ; શિવગતિની સાહેલડી, આપે મંગળમાળ. ૪ શુભ નૈવેધ શુભ ભાવશું, જિન આગે ધરે જેહ; સુરનર શિવપદ સુખ લહે, હળી પુરુષ પરે તેહ. ૫ છઠ્ઠી પૂજા ઉપરે, સુણ રાજન ગુણવંત; હળી નારનો હરખે કરી, કહું તુજને દ્રષ્ટાંત. ૬ ભાવાર્થ ગ્રંથકર્તા કવિ ઉદયરત્નજી મહારાજ જિનપૂજાનો અધિકાર વર્ણવતાં ફરમાવી Eસ રહ્યા છે કે, હે ભવ્યજનો ! મોક્ષસુખ અને મોક્ષગતિના આપનાર, શિવપુરમાં જેહનો વાસ છે ય છે. વળી ઈન્દ્રો પણ જેની સેવા કરે છે. તેવા ત્રિલોકબંધ જગત્રાતા દેવાધિદેવની તમે જ મન-વચ-કાયાના યોગે પૂજા કરો. (૧). - સમકિત રૂપી આંબાના વૃક્ષને સિંચવા માટે જિનપૂજા એ જલની નહેર સમાન છે. આ જિનપૂજા રૂપી જલની નહેર વડે પુણ્ય રૂપી બગીચાને સિંચો કે જેથી તમને તે પૂજા રમણીય રે - ફળની પ્રાપ્તિ કરાવી આપે. (૨) તેમજ વળી ભવરૂપી દાવાનલ જે સળગી રહ્યો છે તેનું નિવારણ કરવા જિનપૂજા જલદ ઘટા (મેઘ) રૂપ છે. તેથી ત્રિવિધ જિનપૂજા કરો. (૩) શ્રી જિનેશ્વરદેવની પૂજા એ કુગતિના દ્વાર બંધ કરવા માટેની મોટી અર્ગલા છે. જિનપૂજા ની પુણ્યરૂપી સરોવરની પાળ છે. જિનપૂજા મોક્ષગતિની સાહેલડી છે અને જિનપૂજા એ ની મંગલમાલાને આપનારી છે. (૪)
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy