SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ STD 10 | શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ) S પરમાત્મા સન્મુખ શુભ ભાવથી શુભ નૈવેદ્ય ધરવાથી જેમ હળી પુરુષ સુરનરની સંપદા | અને શિવપદની સુખ સંપદા પામ્યો તેમ તમે પણ નૈવેદ્ય પૂજાથી શિવપદની સંપદા પામો. (૫) ચંદન, ધૂપ, અક્ષત, ફૂલ અને દીપકપૂજાથી જે જીવો ભવસમુદ્ર તર્યા તેમ છે હરિચંદ્ર E રાજા તમે પણ ભવસમુદ્ર તરવા અષ્ટપ્રકારી પૂજા કરવામાં આદર કરશો. હવે છઠ્ઠી નૈવેદ્યની પૂજા ઉપર હળી પુરુષનું દૃષ્ટાંત વિજયચંદ્ર કેવલી કહે હું કહું છું, તે હે ગુણવંતા રાજનું ! ધ્યાન દઈને સાંભળ. (૬) (દેશી - ભટિયાણીની) ધન્યપુરી એણે નામ, દક્ષિણ ભરતે હો, દેવપુરી શી દીપતી, રાજ્ય કરે તેણે ઠામ, ઈંદ્ર સમોવડ હો, સિંહધ્વજ મહિપતિ. ૧ તે નગરીને બાર, રાજ મારગમા હો, ઉત્તમ ગુણનો આગર, ઉગ્ર તપી અભિરામ, ધ્યાનમુદ્રાએ હો, રહે એક મુનિવરુ. ૨ નિરલોભી નિરગ્રંથ, કાઉસ્સગ્ગ કરી હો, આણે છે અંત કર્મનો, મેરૂતણી પરે જેહ, ચળાવ્યો ન ચળે હો, નીરાગી રાગી ધર્મનો. ૩ રાજ ભવનના લોક, મારગને શિર પેખી હો, મુનિવરની માજા લોપીને, નિરદયી તે નિઃશંક, લકુટને ઢેખાળે હો, મારે ક્રોધે કોપીને. ૪ તિમવળી તેણે ઠામ, પામર જનપણ કેઈ હો, મુનિવરને મારે ઉલ્લસી, મહેર તજી મહાદુષ્ટ, મિથ્યામતિ મન મોદે હો, ધકાને પાટુ શું ધસી. ૫ જિમ જિમ મારે જોરે, તિમ તિમ અહિયાસે હો, અણગાર તે પૂરવ કર્મને, નિશ્ચલ મન પરિણામ, ચિત્તમાં એમ ચાહે હો, રખે લંછન લાગે ધરમને. ૬ સહી ઉપસર્ગ ઘોર, સમતાએ સમભાવી હો, સાધુજી શુભ ધ્યાને કરી, કર્મ હણી તતકાળ, કેવલ પામીને હો, તતક્ષણ તે પહોતા શિવપુરી. ૭ અસમંજસ તે દેખી, અધિષ્ઠાયક પુરનો હો, તવ કોપ્યો પુરજન ઉપરે, રોષધરી મનમાંહી, વિક્રવી મહામારી હો, મહાભીષણ પુરમાં બહુ પરે. ૮ જાણે થયો જમકોપ, નગરીમાં સમકાળે હો, કોલાહલ સઘળે ઉછળ્યો, કે આયો અંતકાળ, શોકાકુલ પુરવાસી હો, મંદે કરી લોક તે ખળભળ્યો. ૯ રાજાએ મનરંગ, બલિપૂજા ઉપચારે હો, આરાધ્યો તૂઠો તે કહે, અન્ય પ્રદેશે એહ, નગરીને વાસી હો, વસો જિમ પુરજન સુખ લહે. ૧૦
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy