SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ " શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ ભાવાર્થ : હવે વિજયચંદ્ર કેવલી હરિચંદ્ર રાજાને લોભથી શું અનર્થ થાય છે અને તેનું જોર કેવું છે તે બતાવતા કહે છે. લોભથી સારા લક્ષણો, સારા ભાવો નષ્ટ થાય છે. લોભ જગમાં મોટો અનર્થ સર્જે છે એટલે ખરાબ કૃત્ય પણ લોભ કરાવે છે. (૧) વિવેચન : સઘળાય પાપનો બાપ લોભ છે. લોભથી ક્રોધ પ્રગટે છે. જેટલો ક્રોધનો આવેશ હોય છે, તેટલો જ લોભનો આવેશ હોય છે. ક્રોધનો આવેશ દેખાય છે. જ્યારે લોભનો આવેશ દેખાતો નથી.ક્રોધ પ્રથમ કષાય છે, તો લોભ અંતિમ કષાય છે. પર્યુષણના દિવસોમાં પણ આપણે ક્રોધ – નાશ ૫૨ જેટલો ભાર આપીએ છીએ તેટલો લોભ નાશ પર નથી આપતા. શું ક્રોધ જેટલું નુકશાન કરે છે તેટલું નુકશાન લોભ નથી કરતો ? નહિ. એવું તો નથી. શય્યભવસૂરિજીએ દશવૈકાલિકમાં સાફ-સાફ લખ્યું છે. ક્રોધ માત્ર પ્રેમનો નાશ કરે છે. માન માત્ર વિનયનો નાશ કરે છે. માયા માત્ર મિત્રોનો નાશ કરે છે. જ્યારે લોભ સર્વનો નાશ કરે છે. लोभात् क्रोधः प्रभवति, लोभात् कामः प्रवर्तते । लोभान्नमोहश्च माया च, मानः स्तम्भ परासुता ॥ લોભથી ક્રોધ ઉત્પન્ન થાય છે. લોભથી કામના વધે. લોભથી મોહ, માયા, માન, અક્કડતા અને મરણ પણ આવે. લોભનું આધુનિક નામ છે મહત્ત્વાકાંક્ષા. મહત્ત્વાકાંક્ષા એટલે મોટાઈ મેળવવાનો લોભ. લોભ માત્ર ધનનો જ હોય એવું નથી. સત્તાનો, કીર્તિનો, ખાવાનો, પીવાનો, પરિવારનો, કપડાનો, દાગીનાનો, ઘરનો આવા અનેક પ્રકારના લોભ છે. જ્ઞાની પુરુષ ક્રોધ આદિના અંધાપા કરતાં લોભનો અંધાપો ખતરનાક ગણાવે છે. મહત્ત્વાકાંક્ષા પૂર્ણ ક૨વા માણસ શું નથી કરતો ? લોભી માનવ શત્રુને તો મારે પણ મિત્રનેય ન છોડે, સગા ભાઈ કે સગા બાપનેય ન છોડે ! જુવો રાજ્યના લોભે કોણિકે શ્રેણિકને જેલમાં પૂર્યો., લોભના કારણે કુમારપાળને ઝેર આપીને મારનાર સગો ભત્રીજો અજયપાળ હતો. સત્તાલોભની આ ઘટનાઓ ઈતિહાસ પ્રસિદ્ધ છે. પણ સંપત્તિ લોભના કારણે ભાઈ-ભાઈ વચ્ચે, બાપ-બેટા વચ્ચે, પતિ-પત્નિ વચ્ચે જંગ ખેલાઈ જાય છે. લોભ એ પાપની પ્રતિષ્ઠા છે. લોભ પાપની જન્મભૂમિ છે. લોભ દ્વેષ ક્રોધ વિગેરેનો જન્મદાતા છે. લોભ તે પાપનું મૂળ છે. જેમ લાભ વધે તેમ લોભ વધે છે. એક શેઠે ૫૬ કરોડ સોનૈયા ભેગા કર્યા. તેમાંથી એક પાઈ પણ આઘી પાછી ન થાય તેનું ધ્યાન રાખે. રોજ એક વખત તે ગણી લે. દીકરા વહુને વાપરવા પણ ન દે. એક વખત શેઠજી જે રૂમમાં તિજોરી રાખેલી છે ત્યાં જઈ ઓ૨ડામાં પૈસા ગણવા ગયા. કોઈ દેખી ન જાય માટે તિજો૨ી પણ એવી યુક્તિપૂર્વક બનાવેલી કે જરાક દબાવે ને દરવાજા બંધ થઈ ૩૮૮૧
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy