________________
S S 1 શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
. માતાને મન હેત સમાતું નથી. પુત્રને જોઈને અત્યંત પ્યાર, વાત્સલ્ય પ્રગટ થયું છે. હું ની વળી તે પ્યારની સીમા ન રહેતા માતાના “સ્તનથી' જલધારાની જેમ દૂધની ધારા વહેવા લાગી. માતાને અત્યંત પ્રેમ જાગૃત થયો છે. (૭)
વળી માતા પુત્રના વદનકમલે વારંવાર ચુંબન કરે છે. જેમ ગાય પોતાના વાછરડાને મા ચાટે તેમ તે પુત્રને વારંવાર ચુંબન કરે છે અને વિસ્મિત થઈ થકી મનમાં ચિંતવન કરે છે પણ કે તે સમય અને તે ઘડી ધન્ય છે. (૮)
કે બાલ્યવયમાં તને ખોળામાં ધારણ કરીને હુલરાવ્યો છે. વળી તેનો અવતાર ધન્યતાને ત્રિી પાત્ર છે, જેણે તને સ્તનપાન કરાવાયું છે. (૯)
વળી મારા અવતારને ધિક્કાર હો ! કે હું પૂર્વભવના પાપના ભોગે પુત્રનો વિયોગ દિ પામી અને મેં હરખે હાલરડું પણ ગાયું નથી તેથી મારા આત્માને ધિક્કાર હો. (૧૦) | હવે કોઈક પુણ્યના કલ્લોલથી મને તું આવીને મલ્યો છે. આજથી મારાં સર્વે દુઃખ દૂર દિને
ટળી ગયાં અને આજથી મારા દિવસો સફળ થયાં. (૧૧) કિસ તે સાંભળીને “કમલકુમાર' માતા પ્રત્યે કહેવા લાગ્યો કે, હે માતાજી ! સાંભળો. સુખ
સી કે દુઃખ જે આપણાં ભાગ્યમાં સર્જાયા હોય તે પ્રમાણે તે પ્રાપ્ત થાય છે. જે સમયે જેવું કે લખાયેલું હોય તે સમયે તે કાર્ય થઈને રહે છે. (૧૨)
વળી દરેક કાર્યનો કર્તા ને હર્તા આપણું કર્મ જ છે. બાકી બીજું કોઈ બલવાન નથી. મને કર્મની આગળ કોઈનુંય જોર ચાલી શકતું નથી. વળી વિધિના જે લેખ લખાયા હોય તેને કે દિ કોઈ મટાડી શકતું નથી. જે થવાનું હોય તે થઈને રહે છે. તેનું વળી દુ:ખ શું ધરવું? અર્થાત્ ધિ કી તેવા પ્રકારના કાર્યને યાદ કરી દુઃખી થવું નહિ. (૧૩)
હવે માતા - પિતા - ભાઈ - સ્વજન - કુટુંબ ભેગાં થયાં, જાણે કે મોટો મેળો જામ્યો. ઘર ઘર રંગ વધામણાં થયાં અને જનતા સર્વે સુખ પામી. (૧૪)
હવે વજસિંહ નરપતિ મનમાં ચિંતવવા લાગ્યો કે, સંસાર અસાર છે, ધિક્કાર હો ! ) = ધિક્કાર હો ! જગતરૂપી મંડલમાં જોતાં કોઈ સ્થિર રહ્યું નથી ! બધું જ અનિત્ય છે. તેથી કે દિ હવે મારું મન સંયમને વિષે લાગી રહ્યું છે. (૧૫)
એમ ચિંતવતા રાજવી વજસિંહ કમલકુમારને કહે છે કે, હે પુત્ર ! તું સૌભાગ્યશાલી જ દે છે તું સાંભળ ! આ મારું રાજ્ય હવે તું સ્વીકાર. હું તો હવે વૈરાગી થયો છું. (૧૬)
આ રાજ્યને ધિક્કાર હો ! કે જે રાજ્યની લાલસાથી મને એવી ખરાબ બુદ્ધિ જાગી કે ની મેં પોતાનો પાટવી પુત્ર સુકોમલ એવા તેને જન્મતાં વનમાં ત્યજી દેવરાવ્યો. (૧૭)