________________
છે . શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ - ૩
હવે પુત્રને સમજાવતા પૃથ્વીપતિ કહેવા લાગ્યા કે, મને ધિક્કાર હો ! મેં રાજ્યને લોભે છે ની રણમાં યુદ્ધે ચઢીને લોહીની નીક વહેવડાવી ! હવે શું થશે? હા ! હા ! હવે તે પાપથી કેવી રીતે છૂટશું. (૧૮)
વળી આ જગત ઘણું જ અનર્થકારી છે. અર્થ વગરનું ઘણું જ પાપ પણ કરી બેસીયે છીએ અને તેને કારણે નરકાદિ દુર્ગતિઓમાં અત્યંત ઘણું દુઃખ પામીયે છીએ. એ પ્રમાણે જિનેશ્વર ભગવાન ભાખી રહ્યા છે. (૧૯)
તે માટે હે વત્સ ! તમે પોતે આ પોતનપુરનું રાજ્ય કરો. આજથી હું સંયમ ગ્રહણ કરી મારા આત્માનું કલ્યાણ સાધીશ ! મારો જન્મ સફળ કરીશ ! (૨૦)
તે સાંભળીને પુત્ર કમલકુમાર પિતાને કહેવા લાગ્યો કે, હે તાત ! તમે સાંભળો ! આ | રાજયની અવસ્થા જોઈને એટલે કે રાજ્ય શું ચીજ છે. રાજ્ય શું પાપ કરાવે છે અને એક 53 રાજ્ય ખાતર કેવાં કેવાં યુદ્ધ ખેલવા પડે છે ! તેમાં વળી સેંકડો મનુષ્યનો સંહાર પણ થઈ ની જાય છે. આ અવસ્થા જોઈને તે તાત ! મારું મન પણ પ્રતિબોધ પામ્યું છે. (૨૧)
વળી હે તાત ! જુવો હું આપની સાથે આપ મારા તાત છો એમ જાણવા છતાં જાણી Rી જોઈને યુદ્ધે ચઢ્યો. ચંદન વિલેપન કરતાં આપના શરીરે મેં વિષ્ટાનું વિલેપન કરવા માટે છે કહ્યું તેથી મેં અપાર કર્મ બાંધ્યા છે. હવે તે પાતિકને દૂર કરવા, હું પણ અણગાર થઈશ. (૨૨) $
તે સાંભળીને હર્ષિત થયેલાં રાજવી વજસિંહે પોતનપુરનું રાજ્ય “વિમલકુમાર’ને ને આપી તેને પાટવી' બનાવ્યો અને “કમલકુમારે પણ પોતાનું રાજ્ય સુબંધુ સાર્થવાહને આ મનના ઉમંગ સાથે આપ્યું. (૨૩) - ત્યારબાદ રાજવી વજસિંહ અને “કમલકુમાર' સહુની પાસે હિતશિક્ષારૂપ શિખામણ વિક માંગે છે અને નરપતિ અને નંદન બંને જણાં વિજયસૂરિશ્વરજી મહારાજ પાસે ઉલ્લાસપૂર્વક ચારિત્ર ગ્રહણ કરે છે. (૨૪)
ત્યારબાદ બંને મહાત્મન્ વસુધાતલે વિચરતાં જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયાદિ કરતાં મહાતપ કરે છે અને અનુક્રમે પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી ‘મહેન્દ્ર દેવલોકમાં બંને નિરૂપ દેવ ફરી થયાં. (૨૫)
| એ પ્રમાણે ઉદયરત્નવિજયજી મહારાજ ચોવીસમી ઢાળમાં આ પ્રમાણે કહી રહ્યા છે કે, ની હે શ્રોતાજનો ! ઉલટ આણી આ પ્રમાણેનું ચરિત્ર સાંભળી મનમાં વિચારજો કે આ સંસારમાં Eસ કાંઈ જ સાર નથી. સંસાર અનર્થકારી છે. સ્વાર્થના સહુ સગાં છે. દુઃખદાયી સંસાર અનુક્રમે
દુર્ગતિનો અનુબંધ કરાવનારો છે, એમ સમજી પ્રતિબોધ પામજો અને સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ કેળવજો. (૨૬)
TS TS TS૧૪૦ NSS S 1 2