SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ SSAS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ આ છે ભગવાનને વર્ષીતપ થઈ ગયો. પણ કર્મે જરાપણ નમતું જોખ્યું નહિ. એ કર્મ પરમાત્માને ની ભોગવે જ છુટકો થયો. કર્મ કોઈનેય છોડતું નથી. એવા અનેક અધિકારો શાસ્ત્રમાં વાંચવા કી તથા સાંભળવા મળે છે. RT બસ એજ રીતે મદનાવલી'એ પણ પૂર્વના ત્રીજા ભવમાં અષ્ટાપદથી આવતાં એક મુનિશ્વરનું મલિન ગાત્ર દેખી દ્વેષ ધરીને મુખ મચકોડ્યું અને દુર્ગછા કરી હતી. તે ત્રીજા ભવનું કર્મ અત્યારે ઉદયમાં આવ્યું. (૬, ૭) ત્રિી અને તે દુર્ગાછા મોહનીયકર્મના વિશે મદનાવલીનો દેહ દુર્ગધી બન્યો હતો અને તે પણ Sી દુર્ગધી દેહમાંથી એવી દુર્ગધ ઉછળતી હતી જાણે મૃત કલેવર જોઈ લો. કર્મનો સંબંધ તો કિસી જુવો? કયા ભવમાં બાંધેલું કર્મ કયા ભવમાં ઉદયે આવે છે તે સમજાતું નથી. (૮) ની સર્પ, કૂતરા, બિલાડાના કોવાયેલા મૃતકમાં જેમ કીડા પડે અને કોવાયેલા મૃતકની જ જ નજીક પણ કોઈ જાય નહિ, તેમ મદનાવલીના શરીર થકી તેનાં કરતાં અનંતગુણી દુર્ગધ મને આવી રહી છે કે જેથી રાજમહેલમાં કોઈ એની નજીક રહી શકતું નથી. (૯, ૧૦) વળી અનુક્રમે તે દુર્ગધ છેક નગર પર્યત પહોંચી રહી છે. અત્યંત દુર્ગધથી પ્રજા પણ | કંટાળી ગઈ અને તે સહન નહીં થતાં પ્રજા મળીને રાજાને વિનંતી કરે છે કે (૧૧) હે સ્વામી ! એક વાત અમારી સાંભળો. આખાય શિવપુરમાં દુર્ગધ એટલી વધી છે કે જેનાથી હવે દિવસ અને રાત આ નગરમાં રહેવાતું નથી. તો હે સ્વામી ! આપ આજ્ઞા આપો તો અમે બીજા કોઈ દેશમાં જઈને વસીયે. આમ પુરજન આખુંય ખળભળી ઉઠ્યું. નગરમાં ભંગાણ પડ્યું. (૧૨, ૧૩) આવો ઉત્પાત જોઈને સિંહધ્વજ રાજા પટ્ટરાણીના પ્રેમથી મનમાં મહા દુઃખ પામ્યાં. (૧૪) અને વિચારવા લાગ્યો કે હા ! હા ? શું થશે ? હવે શું કરું ? પ્રજાને છોડું કે પ્રિયાને ? Tી કે મારો દેહ છોડું ? (૧૫) આ પ્રમાણે વિચારે છે ત્યારે મંત્રીશ્વર કહે છે કે સ્વામી ! સાંભળો. કુલ માટે કંઈપણ | એક છોડો. ગામ માટે કુલ અને દેશને માટે ગામ અને આપણો પ્રાણ ઉગારવા પૃથ્વી પણ તજીએ. તે માટે તે સ્વામી ! સુણો.રાણીને વનખંડમાં વાસ કરાવો. પત્નીનો ત્યાગ કરવો ! યોગ્ય છે. એમ શાસ્ત્ર કહે છે. વળી જે અનેકને ત્યજીને એકને આદરમાન આપે તે તો મૂર્ખ Sા કહેવાય. અર્થાત્ એવું કામ તો મૂર્ખ કરે. (૧૬, ૧૭, ૧૮) તે માટે આપ બુદ્ધિથી વિચારો અને અરણ્યમાં એક સુંદર આવાસ કરાવી મદનાવલીને ત્યાં મૂકો. અશનાદિક સર્વે સામગ્રી પણ પરિપૂર્ણ કરી આપી અને ચારેબાજુ ફરતા રક્ષક
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy