________________
" શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
અનુક્રમ દોહલો ઉપનો, શ્રીદેવીને એમ; મ. જળકળશે જિન દેવને, નઉવહણ કરું ઘરી પ્રેમ. મ. જો૦ ૩ કુંદન કુંભ નીરે ભરી, શ્રીદેવી ગુણખાણી; મ. ન્હવણ કરી જિનરાજને, પ્રણમે જોડી પાણિ, મ. જો ૪ પૂરણ માસે પુણ્યથી, પ્રસવી પુત્રી જામ; મ. અવનીપતિ ઉત્સવ કરી, કુંભશ્રી ધર્યું નામ. મ. જો ૫ જિન જળે સિંચી જોરશું, વાઘે નાગરવેલ; મ. તિમ વાઘે તે કુઅરી, ગજગતિ ચાલે ગેલ. મ. જો ૬ ઈંદ્રાણી શી ઉપની, મોહનવેલ સમાન; મ. નરનારી મન મોહતી, નિર્મળ રૂપ નિધાન. મ. જો૦ ૭ બાલપણો દૂરે ગયો, પ્રસર્યું યૌવન પૂર; મ. રૂપે રતિ રાણી થકી, સોહે અધિક અસૂર. મ. જો૦ ૮ તિર્ણ અવસરે આવ્યા તિહાં; તારણ તરણ તરંડ; મ. વિજયસૂરિ નામે મુનિ, જે ગુણ રચણ કરંડ. મ. જો૦ ૯ બહુ પરિવારે પરિવર્યા, ચઉનાણી અણગાર; મ. સમોસર્યા ઉદ્યાનમાં, તે નગરીની બહાર, મ. જો૦ ૧૦ ચોસઠમી ઢાળે સુણો, ઉદયરતન કહે એમ; મ. શ્રીધર રાજા સાધુને, પાયે નમશ્ય ઘરી પ્રેમ. મ. જો૦ ૧૧
ભાવાર્થ : હવે આ તરફ જે ‘સોમશ્રી'નો જીવ હતો તે પરમાત્માની જલપૂજાના પુણ્યબલે પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવી કુંભપુ૨નગ૨માં જન્મ પામે છે. પરમાત્માની એકવાર પણ કરેલી જલપૂજા જુઓ શું પુણ્ય પ્રાપ્ત નથી કરાવતી ? અર્થાત્ પ્રભુપૂજા આ ભવ અને પરભવમાં વાંછિત સુખને આપે છે. (૧)
તે સોમશ્રી કાળ કરીને (મૃત્યુ પામીને) શ્રીધર રાજાની રાણી જે શ્રીદેવી છે તેહની કુક્ષીને વિષે આવીને ઉત્પન્ન થઈ. (૨)
શ્રીધર રાજાની રાણી શ્રીદેવી સુખપૂર્વક ગર્ભને ધારણ કરી રહી છે એવામાં કોઈ એક વખત શ્રીદેવીને મનોરથ ઉત્પન્ન થયો કે પ્રેમપૂર્વક જલકલશથી પરમાત્માને પક્ષાલ કરૂં !(૩) ૧ ૩૪૯