SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ જેહની મીંજ ભેદાણી હો, સમરસ તે આણી; પરણ્યા શિવરાણી હો, ભાખે એમ નાણી. ૧૩ ઈત્યાદિક વારુ હો, દેશના ગુણકારુ; દીધી દેદારુ હો, મુનિએ મોહારુ. ૧૪ અવસર તવ પામી હો, મુનિને શિર નામી; રાણી કહે સ્વામી હો, સાંભળો શિવ ગામી. ૧૫ રજનીને મધ્યે હો, પ્રેમ તણી બુદ્ધે; એ કુણ પ્રતિબોધે હો, આવી મન શુદ્ધ. ૧૬ પૂછું છું તુમને હો, કૌતુક છે અમને; સંદેહ નિવારણ હો, મુનિ કહેશે સુમને. ૧૭ એ અડતાલીસમી હો, ઢાલ કહી રાગે; ઉદય કહે સુણો હો, શ્રોતાજન આગે. ૧૮ ભાવાર્થ : હવે મકરધ્વજરાજા અને કનકમાલા રાણી પોતાની નગરીના ઉદ્યાન સમીપે મુનિવર પધાર્યા છે, એમ જાણી મનમાં ઉલટ ધરી, નગરજનને સાથે લઈ અંગે રોમાંચિત થયા થકા ઉદ્યાનમાં જ્યાં મુનિવર સમોસર્યા છે ત્યાં વંદન કરવા માટે આવ્યા. (૧, ૨) નરનારીની જોડી મુનિવરને કરજોડીને વંદન કરે છે અને અભિમાનને ટાળી, આળસ છોડી મુનિવરની સન્મુખ બેસે છે. (૩) ત્યારે મુનિવર પણ ઉલ્લાસપૂર્વક ભવ્ય જીવોને પ્રતિબોધવા દેશના આપે છે. કહે છે કે આ જીવડો મનના અનેક અરમાનો સાથે મોહની પાસમાં પટકાય છે. (૪) વિષય વાસનાનો આશી એવો તે વિચાર વિમર્ષ કરતો નથી અને વારંવાર ચોરાશી લાખ યોનિમાં પટકાયા કરે છે. (૫) વળી મિથ્યામતમાં લીન થયેલો તે ભવભ્રમણ કર્યા કરે છે અને ધર્મ વિહોણો દિન એવો તે અપાર દુઃખોને દેખે છે. (૬) પાપકર્મથી ભારે થયેલો તે ચારગતિમાં ફર્યા કરે છે. ધર્મ ન ક૨વાથી દુર્ગતિમાં સંચરે છે. (૭) ધર્મ વિહોણો, પુણ્યને નહિ કરતો, તૃષ્ણાથી ઘેરાયેલો, કુમતિનો દરિયો, કષાયથી ભારે થયેલો, આઠમદથી અવરાયેલો, અધર્મને આદરતો, સન્માર્ગને છોડી, વારંવાર જન્મ-મરણના દુઃખો ભોગવે છે. નવા નવા અવતારો કર્યા કરે છે. (૮, ૯) ૨૫૯
SR No.006231
Book TitlePrabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Original Sutra AuthorN/A
AuthorDivyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
PublisherDrudhshaktishreeji MS
Publication Year
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy