________________
SSSSSSSSSSSSSSSS શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસો
(મન મંદિર આવો રે, એ દેશી) રાજાને રાણી હો, મુનિ આવ્યા જાણી. ઉલટ મન આણી હો, વંદન ગુણખાણી. ૧ પરીજન લેઈ સંગે હો, હરખ ધરી અંગે; ઉધાન સુરંગે હો, આવ્યા ઉમંગે. ૨ વંદે કરજોડી હો, નરનારી જોડી; બેઠા મદમોડી હો, આલસને છોડી. ૩ તવ મુનિવર ભાસે હો, દેશના ઉલ્લાસે; પડ્યો મોહને પાસે હો, જીવડો મન આશે. ૪ ન જુએ વિમાસી હો, વિષયનો આશી; યોનિ લાખ ચોરાશી હો, વળી વળી અભ્યાસી. ૫ મિથ્યા મત લીનો હો, ભવમાંહી ભીનો; ધર્મે કરી હીનો હો, દુઃખ દેખે દીનો. ૬ ચિહું ગતિમાં ફરિયો હો, પાપે પરવરિયો; ધર્મ ન ધરિયો હો, દુરગતિ સંચરીયો. ૭ પુણ્ય ન કરીયો હો, તુણાએ વરીયો; કુમતિનો દરિયો હો, કષાયે ભરિયો. ૮ મદે આવરીયો હો, અધર્મ આદરિયો; મારગ પરિહરિયો હો, ફરી ફરી અવતરીયો. ૯ જિન વચન વિહુણો હો, સુખનો છે ઉણો; દેખે દુઃખ દૂણો હો, ન લહે શિવ ખૂણો. ૧૦ જિન વચને જે રાતો હો, તે ન હોયે તાતો; મદે ન જુએ માતો હો, ધરમે હુએ ધાતો. ૧૧ જિનવરની વાણી હો, અમૃત રસ ખાણી; એહવું તમે જાણી હો, બુઝોને પ્રાણી. ૧૨